Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામકંડોરણા તાલુકા ભાજપ મંડલની કારોબારી બેઠક મળી

જામકંડોરણા તાલુકા ભાજપ મંડલની કારોબારી બેઠક મળી હતી. (તસ્‍વીરઃ મનસુખ બાલધા)
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.ર૪ તાલુકા ભાજપની મંડળની કારોબારી બેઠક અને સંગઠાત્‍મક કાર્યની બેઠક રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયાની ઉપસ્‍થિતિમાં મળી હતી. આ બેઠકમાં રાજકીય  પ્રસ્‍તાવ રજુ કરવામાં આવ્‍યો હતો. જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. આ બેઠકમાં સંગઠનની કામગીરી અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ  ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઇ વ્‍યાસ, સુરેશભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદર, ખીમજીભાઇ બગડા, કરશનભાઇ સોરઠીયા સહીતના હોદેદારો, તેમજ તાલુકા કારોબારી સદસ્‍યોએ હાજરી આપી હતી.

 

(10:57 am IST)