Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઉપલેટાના ડુમિયાણી ગ્રામ પંચાયત ચુંટણીમાં મનોજભાઇ સોલાધરા

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા,તા. ૨૫ : ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગ્રામ પંચાયતના ઉપસર પંચની ચૂંટણી અધિકારીની હાજરીમાં ચુંટણી યોજાઇ હતી. તેમાં ઉપસરપંચ તરીકે મનોજભાઇ સોલાધરાનું ઉમેદવારીપત્ર રજુ થયેલ હતુ જેથી ઉપસ્‍થિત ગ્રામ પંચાયતના સદસ્‍યોની હાજરીમાં ચુંટણી અધિકારીએ ઉપસરપંચ તરીકે તેમને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા. સરપંચ પ્રભાબેન સંજયભાઇ ભારાઇ અને સભ્‍ય ભરતભાઇ ચૌહાણ, કુલદીપભાઇ હરેશભાઇ, પાનીબેન કરમણભાઇ ભારાઇ, શર્મીલાબેન ગાંવીત, દક્ષાબેન ચિકાણી સહિતનાઓને અભિનંદન પાઠવ્‍યા હતા.


 

(10:56 am IST)