Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મીઠાપુરમાં બે સ્થળે જુગારના દરોડા સાત ઝડપાયા

ખંભાળીયા, તા.૨૫: ભીમરાણા ગામે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા રાણા જેઠા ચાનપા, સાજણ જેઠા ચાનપા, નાથા મેપા વારસાકીયા, માણશી રામા ચાનપાને રોકડ ૨૨૫૦ની મતા સાથે મીઠાપુર પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. બીજા દરોડામાં સુરજકરાડી પાસે ટ્રકની આડશમાં જુગાર રમતાં સતાર ઇબ્રાહીમ બુસર, કનુ સોમા માંગલીયા, આકીબ ઇસ્માઇલ સુમણીયાને રોકડ તથા મોબાઇલ મળી કુલ ૪૫૭૦નસ મતા સાથે પકડી પાડયા છે.

(1:47 pm IST)