Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જામકંડોરણાના રામપર ગામે સરદાર પટેલ સમાજ ભવન ખાતે “શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા લગ્ન હોલ”નુ લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી.:જામકંડોરણા તાલુકાના રામપર ગામે સરદાર પટેલ સમાજ ભવન ખાતે “શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા લગ્ન હોલ”નુ લોકાર્પણ તેમજ શ્રી રામપર સેવા સહ. મં. લી. તેમજ શ્રી રામપર દુધ ઉત્પાદક સહ.મં.લી.ની વાર્ષીક સાધારણ સભા અને નવા ઓફીસ બિલ્ડીંગનુ યુવા મંત્રી જયેશ રાદડીયાએ લોકાર્પણ કર્યું હતું
આ સમયે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા લલીતભાઈ રાદડિયા તેમજ રામપર ગામના સરપંચ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(10:13 pm IST)
  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST

  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST