Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ગામે - ગામ રાષ્ટ્ર ઙ્ગધ્વજને સલામી અપાશેઃ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

રાજકોટ તા.૨૫: કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રજાસતાક પર્વની ધામધુમથી  ઉજવણી કરવામાં આવશે. ગામે - ગામ રાષ્ટ્રધ્વજને સલામી અપાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજીમાં ભારતના ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રવિવારે સવારે ૯ કલાકે ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે જેમાં ધોરાજીના મામલતદાર કિશોરભાઈ જોલાપરા ના વરદહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સવારે ૭:૩૦ પ્રભાતફેરી યોજાશે સવારે ૮.૫૫ મામલતદાર શ્રી કિશોરભાઈ જોલાપરા ધ્વજવંદન ના સ્થળે આગમન થશે અને ૯ કલાકે ધ્વજવંદન કરશે બાદ પ્રાસંગિક પ્રવચન અને ૦૯:૨૫ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે ધોરાજી નાયબ મામલતદાર જી.ડી નંદાણીયા તાલુકા વિકાસ અધિકારી એચ ડી જાડેજા વિગેરે અધિકારીઓએ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેવા ખાસ યાદીમાં જણાવેલ છે

(3:36 pm IST)