Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૪ લાખ નવા શૌચાલયો બનાવાશે : ગોંડલમાં વિજયભાઇની જાહેરાત

મહિલાઓના આત્મસન્માન માટે રાજય સરકાર કટિબદ્ધ : પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલમાં મહિલા સંમેલન : એકસાથે ૬૮૮ર ગંગાસ્વરૂપ બહેનોને સહાય-સન્માન અર્પણનો રેકોર્ડ

રાજકોટ તા. રપ : રાજય સરકાર દ્વારા આગામી સમયમાં ૪ લાખ નવા શૌચાલયો બનવાશે અત્યાર સુધીમાં ૪૦ લાખ શૌચાલયો માટે સરકાર દ્વારા સહાય આપીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ ગોંડલ ખાતે આયોજીત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં મહિલાઓના આત્મ-સન્માન માટે સરકાર કટીબદ્ધ છે અને ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય આપીને તેમના આંસુ લૂછવાતો પ્રયાસ કરાયો છે.

રાજકોટ જીલ્લામાં એક સાથે એક જ જગ્યાએથી ૬૮૮ર બહેનોને સહાય આપીને ઇન્ડીયા બુકમાં સ્થાન પામેલ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સૌને મળે તે માટે સરકાર કરીબદ્ધ છે.

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર મહિલાઓના વિકાસ માટે મહત્વની યોજનાઓનું નિર્માણ કર્યું છે. જે અંતર્ગત ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આજેે બીએપીએસ મંદિર ગોંડલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળીયા, મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, ગીતાબા જાડેજા, લલીતભાઇ વસોયા, લલીતભાઇ કગથરા, અલ્પાબેન ખાટરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રાજયના સચિવ મનિષા ચંદ્રા, કલેકટર રેમ્યા મોહન, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની આગેવાનીમાં તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.(૬.૧૯)

(3:37 pm IST)