Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

બાબરામાં દિકરીને ભગાડી જવાના પ્રશ્ને ર જુથો વચ્ચે મારામારી

અમરેલી તા.રપ : બાબરામાં સગીરવયની દિકરીને ભગાડી લઇ ગયેલ જે અંગે ફરિયાદ કરેલ નશીમની પુકત ઉમર થતી ન હોય અને લગ્ન કરતા અમરેલી સેસન્સ કોર્ટમાં કેસ ચાલતો હોય. જે મનદુઃખ રાખી હમીદાબેન બ્લોચ, ચમીલાબેન, ફિરોઝ, અનવરની પત્ની,  ગજુબેન તાજખાન, ઇલીયાસ તાજખા, તાજખાએ ગાળો બોલી પાઇપ વડે મારમારી ઢસડી ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે નજમાબેન તાજખા બ્લોચે મહેશ અશોક હેરમા સામેસગા મામાની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયેલ. જે મનદુઃખ રાખી નજમાને અવાર નવાર હેરાન પરેશાન કરી છેડતી કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:52 pm IST)