Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

બીલખા ચેલૈયા જગ્યાના હનુમાન મઢીના મહંત બ્રહ્મલીન પૂ. પરમહંદાસજી બાપુનો ભંડારો સાધુ-સંતો -ભાવિકોની ઉપસ્થિતિમાં સંપન્ન

વિસાવદર, તા.૨૫ : બીલખા ચૈલેયા જગ્યાનાં હનુમાનમઢીનાં મહંત બ્રહ્મલીન પૂ. પરમહંસ દાસ બાપુનો ભવ્યાતિ સાધુ-સંતો-ભાવિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મહારકતદાન બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌપ્રથમ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદ બાપુ તથા સંતવૃંદ તેમજ રાજકીય મહાનુભવો ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું શાસ્ત્રોકત વિધિ મુજબ વેદોના મંત્રોચ્ચાર સાથે પ્રઘુમન ભાઈ ભટ્ટ તથા ઋષિકુમારો એ કાર્યક્રમની મંગલ શરૂઆત કરી હતી.

બાદ બહોળી સંખ્યામાં પધારેલા સંતો તથા રાજકીય મહાનુભવો દાતાશ્રીઓ તથા મહેમાનોને શાલ અને પુષ્પમાળા થી સન્માનિત કર્યા હતા.

ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા તથા રમણીકભાઈ દુધાત્રા એ ઉદબોધન કરેલ ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. રામદાસજી બાપુ તથા ચેલૈયા ધામના મહંત પૂ.રામરૂપદાસજી બાપુએ પૂ. બ્રહ્મલીન બાપુની જીવન ઝરમરની વાતો સાથે આશીર્વચન આપ્યા હતા.

અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.ઙ્ગ મુકતાનંદઙ્ગ બાપુએ આશીર્વચન સાથે જણાવેલ કે આ પવિત્ર જગ્યામાં અન્નક્ષેત્ર ચાલુ છે આ પરંપરા છે ત્યાં સુધી સંસ્કૃતિનો ધ્વજ લહેરાતો રહેશે ચેલૈયા ધામની ઐતિહાસિક યશગાથા કવિઓ અને સાહિત્યકારો ના મુખેથી સાંભળવા મળે છે પૂ. બાપુતો ભજન કરતા કરતા બ્રહ્મલીન થયા છે પુરુષાર્થ કરનારને સર્જનહાર ચારેબાજુથી મદદ કરે છે આવા સંતો પાછળ ઉત્સવ હોય શોક ન હોય જેવા ઉમદા વિચારો સાથે શાબ્દિક શ્રદ્ઘાંજલી આપી હતી.

 ભંડારામાં બહોળાઙ્ગ સમુદાયમાં સંતવૃંદ બીલખા શહેરના અગ્રણીઓ મહેમાનો જગુભાઈ વાંક જેરામભાઈ ઢોલરીયા,ઙ્ગ હિતેશભાઈ કંટારીયા,ઙ્ગ ગફારભાઈ, અનકભાઈ ભોજક, બ્રહ્માકુમારી રશ્મિદીદી,ઙ્ગ મેતાભાઈ, ચંદુભાઇ પટેલ,ઙ્ગ હરજીવનભાઈ, મનીષભાઈ,ઙ્ગ બાબભાઇ ધાધલ,ભુરાભાઈ, ઉમેશ ગેડીયા,ઙ્ગ આસિફ કાદરી, પીયુષ ગોસાઈ ઉપસ્થિત રહેલ લાઈફ બ્લડ બેન્ક રાજકોટ ટીમ વર્ક સાથે રકતદાન કેમ્પમાં સારી એવી જહેમત ઉઠાવેલ હતી.આભાર વિધિ ઉકાભાઇ પટોળીયા એ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ વ્યાસે કરેલ તેમ મીડિયા કો-ઓર્ડિનેટર સી.વી. જોશી. ની યાદીમાં જણાવાયું છે.

(12:09 pm IST)