Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ખંભાળીયા લાયન્સ કલબ દ્વારા ટીચર ટ્રેનીંગ વર્કશોપ સંપન્ન

ખંભાળીયા :. લાયન્સ કલબ ખંભાળીયા દ્વારા લાયન્સ કલબ ઈન્ટરનેશનલના 'કવેસ્ટ' પ્રોગ્રામ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા / દ્વારકાના સરકારી શાળાઓ (ધો. ૬ થી ૯)ના શિક્ષકો માટેના 'ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ'માં ૩૫ જેટલા શિક્ષકોએ ઈન્ટરનેશનલ ટ્રેનર શ્રી યોગેશભાઈ પોટા પાસેથી વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી કેવી રીતે વધુ સારી રીતે શિક્ષિત કરી શકાય તેની સઘન તાલીમ મેળવી હતી. આ કાર્યક્રમ અહીંની આર.એન. વારોતરીયા આહિર કન્યા છાત્રાલય (દ્વારકા રોડ)માં આયોજન કરવામાં આવી હતી. છાત્રાલયના વિશાળ સંકુલમાં અહીંના જાણીતા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ડો. રણમલભાઈ વારોતરીયાએ લાયન્સ કલબના આ ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ માટે છાત્રાલયના વિશાળ સંકુલમાં તમામ સુવિધાઓ પુરી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝોન ચેરપર્સન દિનેશભાઈ પોપટ, પ્રેસીડેન્ટ લા.ડો. શાલીનભાઈ પટેલ, લા. શૈલેષભાઈ કાનાણી, સેક્રેટરી લા. મિલન સાયાણી અને પ્રોજેકટ ચેરમેન પ્રફુલ્લાબેન બરછા, જે.કે. જોષી ઉપરાંત અનિવાર્ય સંજોગોને કારણ અનુપસ્થિત રહેલ પી.ડી.જી. લા. ધીરેનભાઈ બદીયાણીએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમના આર્થિક દાતા તરીકે લાયન્સ કલબ જામનગર (ઈસ્ટ)ના લા. એસ.કે. ગર્ગ જેઓ રીજીયન-૪ના રીજીયન ચેરપર્સન પણ છે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કલબને આવા કાર્યક્રમ માટે તેઓ હંમેશા આર્થિક મદદ કરતા રહેશે તેવી ખાત્રી આપી શુભેચ્છા પાઠવી હતી.  ઉપરાંત ડીસ્ટ્રીકટના કવેસ્ટ પ્રોગ્રામના ચેરપર્સન તરીકે મુકેશભાઈ પંચાસરાએ ઉપસ્થિત રહી આર્થિક અનુદાન આપેલ હતું. ડીસ્ટ્રીકટ ચેરમેન પ્રકાશભાઈ નંદાએ માર્ગદર્શન આપ્યુ હતું. ટ્રેઈનર તરીકે યોગેશભાઈ પોટાએ શિક્ષકોને હળવી શૈલીમાં ગમ્મત સાથે ગંભીર વિષયને રમુજી સાથે વૈજ્ઞાનિક ઢબે બે દિવસ સુધી મલ્ટીમીડીયાના ઉપયોગ વડે સઘન તાલીમ આપીને શિક્ષકોના દિલ જીતી લીધા હતા.(તસ્વીર-અહેવાલઃ કિશોર લાલ-ખંભાળિયા)

(12:08 pm IST)