Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

હળવદ માલધારી સમાજે મૌન રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું

હળવદઃ વર્ષ ૨૦૧૮ માં લેવાયેલ એલ.આર.ડી.ની પરીક્ષામાં ગીર બરડા અને આલેચના માલધારી સમાજને થયેલા અન્યાય મુદ્દે ઙ્ગહળવદ ખાતે માલધારી સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાથે જ એલ આર ડીની પરીક્ષામાં થયેલ અન્યાય મુદ્દે તાજેતરમાં જ પોતાનો જીવ આપી દેનાર માલધારી સમાજના યુવાનને શ્રદ્ઘાંજલિ ઙ્ગઆપવામા આવી હતી. લોકરક્ષક દળની લેવાયેલી પરીક્ષાનું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રના ગીર બરડા અને આલેચ વિસ્તારના અનુસૂચિત જાતિના રબારી,ભરવાડ, ચારણ સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી છે જેને કારણે છેલ્લા ત્રણેક માસથી માલધારી સમાજ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે સાથે જ તાજેતરમાં જ મ્યાજરભાઈએ એલ આર ડી ની પરીક્ષામાં થયેલ અન્યાય ને લઈ પોતાના પ્રાણ આપી દીધા છે જેને કારણે માલધારી સમાજમાં રાજય સરકાર પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

(12:07 pm IST)