Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોરબીમાં લગ્નમાં ડી.જે. વગાડવા બાબતે બે પરિવાર વચ્ચે ધબધબાટીઃ પાંચ ઘવાયા

લીલાપર રોડ પર પ્રેમ સંબંધના લીધે યુવાન પર હુમલો

મોરબી,તા.૨૫: મોરબીના મકરાણીવાસમાં આવેલ રામાનંદીની વાડીમાં લગ્ન પ્રસંગમાં ડી.જે.વગાડવા બાબતે બોલાચાલી થઇ હતી બાદમાં મામલો મારમારી સુધી પહોચ્યો હતો અને ૯ જેટલા શખ્સોએ હુમલો કરી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી વિગત મુજબ મોરબીના મકરાણીવાસમાં આવેલ રામાનંદી સમાજની વાડીમાં ગત રાત્રીના લગ્ન પ્રસંગ હોય જેમાં મારામારીનો બનાવ બન્યો હોય જેમાં વિનોદભાઈ રામાવત,ઇન્દ્રપ્રસાદ રામાવત, શરદભાઈ કરસનદાસ, લાલજીભાઈ કરસનદાસ, પ્રભુલભાઈ કરસનદાસને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં વિનોદભાઈ કરશનદાસ રામાવતએ ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્રના લગ્નનો પ્રસંગ હોય જેમાં ડી.જે. સાઉન્ડ ઉપર દાંડિયા રાસનો કાર્યક્રમ હોય આરોપી ઈસ્માલભાઈ યારમામદભાઈ બ્લોચ અને મુસ્તફાએ ડી.જે. નહિ વગાડવાનું કહેતા ફરિયાદી વિનોદભાઈ તથા સાહેદો સમાજની વાડીમાં ધીમા અવાજે ડી.જે.વગાડવાનું ચાલુ કરતા આરોપીઓએ ઈસ્માઈલભાઈ યારમામદભાઈ બ્લોચ, મુસ્તુફા, ખાલીદ, નદીમ, સોયબ, મકબુલ,અવેશ, કાનો અને ઈસ્માઈલ ગેરકાયદેસરન મંડળી રચી બેઝબોલ તથા લાકડ્ડાના ધોકા અને લાકડું જેવા હથિયારો ધારણ કરી છુટા પથ્થરોના ઘા કરી ફરિયાદી વિનોદભાઈ તથા તેના પરિવારના સભ્યોને ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ડી.જે. સાઉન્ડમાં નુકશાન કરી હોવાની ફરિયાદ નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે ઙ્ગ

પ્રેમસંબંધ મામલે યુવાન પર હુમલો

મોરબીના લીલાપર રોડ પર આવેલ ખડિયાવાસ નજીક રહેતા સાગરભાઈ ખોડાભાઈ કુંભારવાડિયાના મિત્ર ભરત ગઢવીને આરોપી શાહિલ સલીમભાઈની બહેન સાથે પ્રેમ સંબધ હોઈ અને ફરિયાદી સાગરભાઈ તેના મિત્ર ભરત ગઢવી સાથે ફરતા હોય જેનો ખાર રાખી આરોપી શાહિલ સલીમભાઈ અને રાહુલ ગોવિંદભાઈ રબારીએ સાગરભાઈને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી શાહિલએ બીજા પાંચ ઇસમોને બોલાવી તમામ આરોપીઓએ એકસંપ કરી ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી તથા એક અજાણ્યા ઇસમે ધારિયા વતી મારી હાથની વચલી આંગળીમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)