Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રાજકોટ તાલુકાના માધાપરમાં વિકાસકામોનું લોકાર્પણ

રાજકોટ : પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં આયોજીત છે જે અંતર્ગત રાજકોટ તાલુકાના માધાપર મુકામે ગ્રામવાટીકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ. કાર્યક્રમમાં અધ્યક્ષ, ઉદઘાટક અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ - ખાતમુહૂર્ત વિકાસના કામો રૂ. ૩૪૧ લાખ અને ૩૨૧ લાખના આર્થિક લાભો ૮૫૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે. કાર્યક્રમમાં મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાભાભાઇ સાગઠીયા, બીન અનામત નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત - રાજકોટના સદસ્યો, રાજકોટ તાલુકાના માજી પ્રમુખ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના જિલ્લાના તમામ અધિકારીઓ, જિલ્લા તાલુકાના મુખ્ય પદાધિકારીઓ, આગેવાનો અને માધાપર ગામના સરપંચ, ગ્રામજનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. અંદાજીત ૮૫૦ લાભાર્થીઓને આર્થિક સહાય લાભો, સાધન સહાયનું વિતરણ થયું. આમ જિલ્લા વિકાસ અધિકારીની સુચના દેખરેખ હેઠળ અનુસૂચિત જાતિ, બક્ષીપંચ, સમાજ સુરક્ષા વિભાગના લાભાર્થીઓને આયોજનપૂર્વક ગ્રાન્ટ મેળવી મંજુરી અને વિતરણ થયેલ.

(12:04 pm IST)