Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જુનાગઢમાં શૈક્ષણિક સંસ્થાની મુલાકાતે આવતા શિક્ષણ મંત્રી

પટેલ કેળવણી મંડળની સત્તાવાર મુલાકાત લેશે ચુડાસમા

જૂનાગઢ તા. ૨૫ : શિક્ષણ મંત્રી આ સંસ્થામાં એમ.એમ.ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને વિવિધ ક્ષેત્રમાં મેળવેલ સિધ્ધઓના ઇનામો, શિલ્ડ તથા પ્રમાણપત્રનું વિતરણ કરી અને પ્રોત્સાહિત કરશે તેમજ સંસ્થા વિશે જરૂરી માહિતી મેળવશે. આ ઇનામ વિતરણ સમારોહના અધ્યક્ષ પદે જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ ઉપસ્થિત રહેશે.

તેઓશ્રીના હસ્તે ટેકનોલોજી કોલેજ અંતર્ગત નવા બંધાયેલા વિશાળ સભાગૃહનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ઓબીસી હોસ્ટેલનું નવપ્રસ્થાન તેમના દ્વારા થશે. તેઓશ્રી પ્રથમ વખત જ આવતા હોય સંસ્થામાં તડામાર તૈયારી ચાલી રહી છે. સંસ્થાનું ટ્રસ્ટી મંડળ, કારોબારીના સભ્યો, પ્રિન્સીપાલો તથા અધ્યાપકો શિક્ષણ મંત્રીના આવવાને લઇને ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સંસ્થામાં બધા વિભાગો મળી ૧૨૫૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે અને કેજી થી પીજી સુધી જુદી જુદી ૧૨ ફેકલ્ટીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે.

સંસ્થાના વડા પ્રમુખ - મેનેજીંગ ટ્રસ્ટી મોહનભાઇ લા. પટેલના માર્ગદર્શન નીચે ઉપપ્રમુખ અને ટ્રસ્ટી મોહનભાઇ જે. દલસાણીયા, મંત્રી અને ટ્રસ્ટી રતિભાઇ હિન્સુ, ખજાનચી અને ટ્રસ્ટી દિલીપભાઇ મેઘપરા, મંત્રી શિરીષભાઇ સાપરીયા, મંત્રી ગુલાબભાઇ ડઢાણીયા, મંત્રી અને એકઝીકયુટીવ સેક્રેટરી કાંતિભાઇ વૈશ્નાણી તથા કોલેજના પ્રિન્સીપાલ દિનેશભાઇ ડઢાણીયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:10 pm IST)