Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૧૯૪૭માં ભારતના આઝાદી સંગ્રામ આંદોલનમાં ૫૦૦૦ જૈન સ્વાતંત્ર સેનાનીઓએ દેશની રક્ષા કાજે જેલવાસ ભોગવેલ

અહિંસામાં માનનાર જૈનસમાજે રાષ્ટ્રના સન્માનની વાત પર પીછે હઠ કરી નહોતી : ૬૬૦થી વધુ જૈન આગેવાનોએ લડતની આગેવાની સંભાળેલ : જૈન સમાજના ૨૦ સ્વાતંત્ર્ય સેનાનીઓએ શહીદી વ્હોરી લીધેલ : ગાંધીજીની દાંડીયાત્રા સમયે મહિલાઓનું નેતૃત્વ સરલાદેવી સારાભાઇએ સંભાળેલ : આઝાદી લડત સમયે જૈન પત્રિકાઓએ નિર્ભય બની તટસ્થ સમાચારો પ્રસિધ્ધ કરેલ

 પાલીતાણા તા.રપ : ભારતદેશ ૧૯૪૭માં આઝાદ થયો તેમાં સ્વતંત્ર સેનાની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે ભારતના સ્વતંત્ર સેનાની સાથે જૈન સમાજના ૬૬૦ થી વધુ સ્વતંત્ર સેનાનીનો મહત્વનો ફાળો હ્યો છે અને ૨૦ અમરજૈન શહિદ થયા હતા.

જૈનધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે પરંતુ રાષ્ટ્રના સન્માન પર કોઇ આંચ આવે ત્યારે જૈન ધર્મના લોકો કોઇએ પીછે હઠ કરી ન હતી. ભારતના આઝાદીના આંદોલનમાં લગભગ ર૦ જૈન શહીદોને પોતાનુ બલીદાન દઇ આઝાદીના માર્ગનો પ્રસ્તાવ કર્યો હતો.

ભારત વર્ષની આઝાદીમાં અમર શહિદ ભગતસિંહ, ચંદ્રશેખર, ઉધમસિંહ સહિત શહિદો તથા ગણેશ શંકર વિદ્યાર્થી, વિનાયક દામોદર જેવા ક્રાંતીકારીયોને બધા ઓળખે છે પરિચીત છે પરંતુ મોતીચંદ શાહ, ઉદયચંદુ જૈન, સાબુલાલ જૈન જેવા શહિદો અને અર્જુનલાલ શેઠી જેવા સહસ્ત્ર ક્રાંતીકારીઓને બહુ ઓછા વ્યકિત ઓળખે છે. આ વ્યકિતનો ઇતિહાસ લખવાનો બાકી છે. પંજાબ કેસરી લાલા લજપતરાયની દીદી જૈન હતા તે કોઇ જૈન સાધુને ભોજન કરાવ્યા પહેલા ભોજન કરતા ન હતા. ગાંધીજીની દાંડીયાત્રાના સમયે મહિલાઓનુ નેતૃત્વ સરલાદેવી સારાભાઇએ કરેલ.!

 અનેક જૈન પત્ર પત્રિકાઓને આઝાદીના વિષયમાં નિર્ભય બની સમાચાર આપ્યા તથા અમુકને તો સ્વદેશીના વિષયમાં વિજ્ઞાપણ પણ પ્રસિધ્ધ કર્યુ હતુ. જૈન સંદેશ, મથુરાને જાન્યુઆરી ૧૯૪૭માં સ્વતંત્રતા વિષય પર લગભગ ૧૦૦ પાનાનો એક વિશેષાંક પ્રસિધ્ધ થયો હતો જે આજે મહત્વપુર્ણ દસ્તાવેજ બની ગયો છે.!

પં.વંશીધરજી વ્યાકરણાચાર્ય, પં.ફુલ ચંદજી સિધ્ધાની શાસ્ત્રી, પં.ખુશાલચંદજી ગોરાવાલા જેવા જૈન વિદ્વાનોને જેલ કારાવાસ ભોગવ્યો હતો. કહેવાય રહ્યુ છે કે ૧૯૪૨માં વારાણસીના સ્વાધ્યત મહાવિદ્યાલયના બધા છાત્ર બાગી થઇ ગયા હતા. ભારતવર્ષના સંવિધાન બનાવવા વાળી સંવિધાન નિર્માણસભામાં રતનલાલ માલવીયા (જૈન), અજીતપ્રસાદ જૈન, ભવાની અર્જુન ખીમજી, બલવંતસિંહ મહેતા અને કુસુમકાંતજૈન આ પાંચ જૈન સદસ્ય હતા.જૈન મહિલાઓને પણ આઝાદીના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લગભગ પાંચ હજાર જૈન જૈલમાં ગયા હતા. સહસ્ત્રાધિક પુરૂષ એવા હતા જે જેલ નહિ જઇ શકતા તે આર્થિક રીતે સહાયતા આપી સ્વતંત્રતા આંદોલનને ગતિમાન બનાવ્યુ હતુ.

દેશની આઝાદીના આંદોલન તથા રાજનૈતિકક્ષેત્રમાં જૈન સમાજનું યોગદાનને રેખાંકીત કરી શકાય. જયારે આઝાદીનું આંદોલન ચાલતુ હતુ ત્યારે જેલમાં ગયેલ વ્યકિતના પરિવારને ભરણપોષણની વ્યવસ્થા જે માતાએ પુત્ર અને જે બહેનોએ પોતાનો પતિ ગુમાવેલ હોય તેને મદદ કરી આંદોલનને શસકત બનાવ્યુ. જૈન સમાજ ધનિક સમાજ રહ્યો છે. અંતઃ જેટલુ આર્થિક યોગદાન જૈન સમાજે આપ્યુ તેટલુ કોઇ અન્ય સમાજે કદાચ કોઇ વખતે આપ્યુ નહી હોય !

ભારતના સંવિધાન નિર્માણ અને આઝાદ હિન્દ ફોઝમાં જૈન એ મહત્વની ભૂમિકા નિભાવી જૈન પત્ર પત્રિકાઓમાં પણ આંદોલનની મહતવની યોગદાન પ્રદાન કર્યુ હતુ ! અનેક પત્રોમાં પ્રકાશીત લેખોને લીધે તેઓની જમાનતો જપ્ત થઇ હતી ! સ્વદેશી વસ્તુના પ્રચાર કરવા માટે જૈન ભાઇઓએ પોતાના મંદિર દેરાસરમાં હાથથી બનેલ ધોતી, સાડી પહેરીને પૂજા અર્ચના કરવાનો પ્રચાર કર્યો હતો. મંદિરમાં ધોતી અને સાડીની વ્યવસ્થા પણ કરી હતી.

જૈન સમાજમાં ઇતિહાસ લેખનને પ્રિ ઉદાસીનતા રહી છે.! આઝાદી પછીના ૫૦ વર્ષમાં ૩પ સાંસદ, ૪ રાજયપાલ,૮ મુખ્યમંત્રી અનેક વૈજ્ઞાનક અને ઉંચપદો જૈનસમાજના વ્યકિત પદ પર બિરાજમાન થઇ ગયા છે. મધ્યપ્રદેશના વિધાનસભામાં લગભગ ૫૦ જૈન વિધાયક (ધારાસભ્ય) અત્યાર સુધી બની ગયા છે.

શહીદ જૈનોના નામ ૧) અમર શહિદ લાલહુકુમચંદ જૈન ર) અમર શહિદ ફકીરચંદ જૈન ૩) અમર શહિદ અમરચંદ બાંકીયા ૪)અમર શહિદ મોતીચંદ શાહ પ) અમર શહિદ સિંધઇ પ્રેમચંદ જૈન ૬) અમર શહિદવીરસાતાપ્રા ટોપણ્ણવર ૭) અમર શહિદ વીર ઉદયચંદજૈન ૮) અમર શહિદ સાબુલાલ જૈન બેસાખિયા ૯) અમર શહિદ કુમારી જયાવતી સંઘવી ૧૦) અમર શહિદ નાથાલાલ શાહ ૧૧) અમર શહિદ અણ્ણા પત્રાવલે ૧૨) અમર શહિદ મગનલાલ ઓસવાલ ૧૩) અમર શહિદ ભૂપાલ અળસ્કે ૧૪) અમર શહિદ કન્ધીલાલ જૈન ૧૫) અમર શહિદ મુલાયમચંદ જૈન ૧૬) ચૌધરી ભૈયાલાલ ૧૭) અમર શહિદ ચોથમલ ભંડારી ૧૮) અમર શહિદ ભૂપાલ પંડીત ૧૯) અમર શહિદ ભારમલ ૨૦) હરિશચંદ્ર ડગડોબાજૈન.

(11:32 am IST)