Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ઉપલેટામાં સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસની ઉજવણી કરાઇ

 ઉપલેટા : ઉપલેટાના શહિદ ભગતસિંહ ચોકમાં સુભાષચંદ્ર બોઝના ૨૩ જાન્યુઆરીના દિવસે જયહિન્દ અને ચલો દિલ્હીના નારા બુલંદ બન્યા હતા, દેશને ગુલામીમાંથી મુકત કરવા અંગ્રેજોને હાકી કાઢવા સુભાષચંદ્ર બોઝે બરમામાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કરેલ હતું. આઝાદ હિંદ ફોજના દિવસોને યાદ કરતા ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવેલ કે સુભાષચંદ્ર બોઝના જયહિન્દ અને ચલો દિલ્હીના નારાને દેશના યુવાનોએ જીલી લીધા અને દેશની આઝાદી માટે હજારો યુવાનો આઝાદ હિંદ ફોજમાં સામેલ થયા અને કુબરાનીઓ આપી હતી. ડી.વાય.એફ.આઇ. આયોજીત સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં યુવાનોની હાજરી નોંધનીય હતી. આ પ્રસંગે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, કિશાનસભાના આગેવાન દિનેશભાઇ કંટારીયા, ખીમાભાઇ આલ. દેવેનભાઇ વસોયા,ડી.વાય.એફ.આઇ. અતુલભાઇ કપુપરા, સાગરભાઇ રાવલીયા સહીતનાઓએ પુષ્પાંજલી કરી શહિદ વંદના કરેલ હતી તે પ્રસંગની તસ્વીર

(11:29 am IST)