Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

માળીયા મિંયાણા પાસે નશીલા પદાર્થ ડોડવાના જથ્થા સાથેગોપાલ ભરવાડ પકડાયો

હળવદના જુના દેવળીયાના દિલીપ જોષીએ ડોડવાનો જથ્થો આપ્યાની કબુલાત આપતાની કબુલાત આપતા તેની શોધખોળ

માળિયામિંયાણા,તા.૨૫: માળિયા-જામનગર હાઈવે રોડ પરથી માળિયા પોલીસે એક ઇસમને નશીલા પદાર્થ સાથે પકડી પાડ્યો હતો તો અન્ય શખ્સનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

મળતી વિગત મુજબ માળિયામિંયાણા પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન માળિયા-જામનગર હાઈવે પરથી નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવનાર હોવાની બાતમીના આધરે વાહન ચેકીગ કરતા જીજે ૧૩ આર ૩૦૪૭ મોટર સાઈકલ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિમલ પાન મસાલાનો કાપડનો થેલો તપાસ કરતા પ્લાસ્ટિકના ઝબલામાં પોસ કોડવા ૨૯૬૦ ગ્રામ કીમત રૂ.૮૮૮૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા પોસ ડોડવાનો જથ્થો, મોટર સાઈકલ કીમત રૂ.૧૫૦૦૦ અને મોબાઈલ કીમત રૂ.૫૦૦ જપત કરી આરોપી ગોપાલભાઈ ગેલાભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલ ગયેલ આ જથ્થો તેને હળવદના જુના દેવળિયા ગામે રહેતા દિલીપ મહારાજ લાભશંકરભાઈ જોષી પાસેથી લઇ પીપળીયા ચાર રસ્તા બાજુ જાય ત્યારે દિલીપભાઈ જેને આપવાનું કહે તેને આપવાનું જવાનું પણ જાણવા મળ્યું હતું તો માળિયા પોલીસે એન.ડી.પી.એસ. હેઠળ ગુન્હો નોંધી પી.એસ.આઈ. જી.વી.વાણીયા ફરિયાદી બની વધુ તપાસ ચલાવી છે.

(11:27 am IST)