Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કોરાટ શાળામાં ફાયર સેફટીનો ડેમો

 રાજકોટઃ કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ કોરાટ માધ્યમીક શાળામાં કચરાના ઢગલામાં આગ લગાવી તેને ફાયર બોટલ દ્વારા કેવી રીતે બુજાવવી તે અંગે માહિતી આપી હતી. જેમાં બોટલનું લોક કેવી રીતે ખોલવું તથા તેને કેવી રીતે પ્રેશ કરવું તેનો લાઇવ ડેમો આપેલે. ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા શાળાના ટ્રસ્ટી શ્રી જસમતભાઇ કોરાટની હાજરીમાં શાળા સંચાલક તથા આચાર્યશ્રી હિતેશ સાંગાણી, શ્રી જય ડોડીયાના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવેલ.

(11:27 am IST)