Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ખંભાતના અખાતમાં અને જાફરાબાદ સામે કાંઠા વિસ્તારમાં તેલ સંશોધન

માછીમારોને બોટની જાળ સંશોધનના જહાજથી દૂર કરવા ચેતવણી : ૧૬ દિવસ તેલ સંશોધન કામગીરી

મોરબી : ખંભાતના અખાતમાં જાફરાબાદ સામેના કિનારાના વિસ્તારમાં તેલ સંશોધન જહાજ લગભગ ૨૯-૧-૨૦૨૦ થી તેલ સંશોધન કાર્ય કરવાનુ હોય માછીમારોની બોટ જાળ દૂર રાખવા ચેતવણી આપેલ છે.

ભારત સરકારના પેટ્રોલીયમ ખાતા દ્વારા અપાયેલ પરવાનગી મુજબ મેસર્સ ઓએનજીસીલી વતી. રસીયન કંપનીનુ જહાજ એકેડેમીક પ્રીમાકોન ૨૯ મી જાન્યુ.થી ખંભાતના અખાતમાં જાફરાબાદની સામેના કિનારા વિસ્તારમાં તેલ સંશોધન કરવાનુ હોય નવા બંદરથી મંવા સુધીના વિસ્તારમાં માછીમારી કરતા તમામ માછીમારોને જહાજના કાર્યક્ષેત્રથી દૂર રહેવા વિનંતી કરી છે. જહાજ પ્રથમ તબકકે વર્કએરિયા ૩ માં ૪ થી ૭ દિવસ રહી સર્વેક્ષણ કરશે. રડી સર્વેક્ષણ બાદ ૩ડી સર્વેક્ષણ વર્ક એરિયા ૧માં ૨૧ દિવસ માટે અને વર્ક એરિયા ર માં ૨૬ દિવસ માટે કરવામાં આવશે. આ જહાજ ૩ડી સર્વેક્ષણ દરમિયાન ૪.૫ નોટની ઝડપી અવિરત ચાલતુ રહેશે અને તે રોકી શકાતુ નથી. જહાજની પાછળ ૮ કીમી લાંબા અને પાણીની સપાટેથી ૮ મીટર ડુબેલા ૯ કેબલ ખેચતુ રહેશે. દરેક કેબલની છેવાડે એક પીળી ચળકતી લાઇટ સાથેનુ ટેબલ બોય જોડેલ રહેશે. ર-ડી સર્વેક્ષણ દરમિયાન જહાજની પાછળ ૮ કીમી લાંબો એક અને ૮ મીટર પાછીમાં દુબેલો ફકત એક વાયર ખેચતુ રહેશે. આ અંગે વિગતવાર માહિતી નકશામાં સમજાવેલ છે અને તે વિસ્તારના અક્ષાંશ રેખાંશ તથા કિનારાથી અંતર દર્શાવેલ છે. દરિયામાં જે વિસ્તારમાં જહાજ કામ કરતુ હશે તેની આસપાસ ચેઝબોટ જહાજની આસપાસ ફરતી રહેશે અને માછીમારોને ચેતવણી આપતુ રહેશે જેથી માછીમારોના બોટ જાળને નુકશાન નિવારી શકાય. ઓએનજીસીવતી સર્વેક્ષણ જહાજ લગભગ ૨૯ જાન્યુ ર ડી અને ૩ ડીસર્વેક્ષણ કરશે. ૩ડી સર્વેક્ષણ દરમિયાન આ જહાજ ૪.૫ નોટસની ઝડપે અવિરત ચાલતુ રહેશે અને તેની પાછળ ૮ કીમી લાંબા અને પાણીની સપાટીથી ૮ મીટર નીચે ડૂબેલા ૮ કેબલ ખેચતુ રહેશે. ર ડી સર્વેક્ષણ દરમિયાન જહાજ તેની પાછળ ૮ કીમી લાંબો અને પાણીની સપાટીથી ૮ મીટર નીચે ડુબેલો ૧ કેબલ ખેચતુ રહેશે આ જહાજ અચાનક રોકાઇ શકતુ નથી કે વળાંક લઇ શકતુ નથી. દરેક કેબલને છેવાડે એક પીળા રંગની ટેલબોય જોડાયેલ હશે જેમાં રાત્રે લાઇટ ચમકતી રહેશે.

રડી સર્વેક્ષણ વર્કએરિયા ૩માં ૪ થી ૭ દિવસ માટે ચાલશે. ર ડી સર્વેક્ષણ પુર્ણ થયા પછી ૩ ડી સર્વેક્ષણ વર્ક એરિયા ૧માં ૨૧ દિવસ માટે અને પછી વર્કએરિયા ર માં ર થી ૨૬ દિવસ માટે કરાશે.

વી.જે.ઠાકર

રીટાયર્ડ ડે.ડાયરેકટર ફિશરીઝ

મો. ૯૪૨૮૨ ૮૧૪૧૭

(11:26 am IST)