Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જસદણ : વિછીયાના હાથસણી ગામે રૂ.પપ લાખના વિકાસ કાર્યનું ડો.બોઘરાના હસ્તે લોકાર્પણ

 જસદણ તા.રપ : વિંછીયા તાલુકાના હાથસણી ગામે સરદાર પટેલ સહભાગી જળસંચય નિગમના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરાના હસ્તે ૫૫ લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું.

તાલુકા પંચાયત અને એટીવીટીની ગ્રાન્ટ માંથી પેવર બ્લોક, સી.સી. રોડ, કોઝ-વે, કમ્પાઉન્ડ વોલના ૨૪ લાખ રૂપિયાના કામોના લોકાર્પણ તેમજ હાથસણી ગામે ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે કોમ્યુનિટી હોલ, પીકઅપ સ્ટેન્ડ, પશુઓને પીવાના પાણીનો અવેડો, પેવર બ્લોક, ગટર લાઇન, મોઢુકા ગામે પ્રાથમિક શાળાનો શેડ હોલ સહિતના ૩૧ લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરાયું હતું.

હાથસણી ગામે યોજાયેલા સમારોહમાંઙ્ગ સરદાર પટેલ સહભાગી જળસંચય નિગમના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરાએઙ્ગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની ગુજરાત સરકાર હંમેશા લોકોની વચ્ચે રહીને લોકોના કાર્ય કરી રહી છે. રાજકોટ જિલ્લામાં પ્રજાસત્ત્।ાક દિનની રાજયકક્ષાની ઉજવણી નિમિત્ત્।ે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થઈ રહ્યા છે. જશદણ વિસ્તારમાં પણ વિકાસના કાર્યો સતત થતા રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આગામી સમયમાં ચેકડેમ રીપેરીંગ અને નવા ચેકડેમ બનાવવા તેમજ તળાવો ઊંડા કરવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મામલતદાર પી. એમ. ભેસાણીયા,

તાલુકા વિકાસ અધિકારી ગોંડલીયાએ સ્વાગત પ્રવચન કાર્યુ હતું.ઙ્ગ જિલ્લા પંચાયતના સભ્ય ચતુરભાઈ રાજપરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કનુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય કિશોરભાઈ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વીનભાઇ સાકળીયા, હાથસણી ગામના સરપંચ કાળુભાઈ વાસાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 am IST)