Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાલે લાઠીના પ્રજાવત્સલ રાજવી સંવેદનશીલ કવિ કલામ (સુરસિંહજી)ની જન્મ જયંતિ

ધ્રોલ, તા. રપ : પ્રજાવત્સલ રાજવી અને સંવેદનશીલ કવિ કલાપી (સુરસિંહજી)ની આવતીકાલે જન્મ જયંતિ છે. અમરેલીના લાઠી મુકામે તરીખ ર૬/૧/૧૮૭૪ના રોજ મતા રામબા તેનાસિંહજી ગોહિલનાકુંખે જન્મ થયા બાદ રાજકોટની રાજકુમાર કોલેજમાં ધોરણ પ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ આંખની તકલીફને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકેલ નહિ 

ત્યારબાદ લાકીમાં અંગત શિક્ષક ત્રિભોવન જાની પાસેથી ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું અસાધારણ અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. વિદ્ધાન મણિલાલ દ્ધિવેદી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાન્ત, બળવંતરાય ઠાકોર, દલપતરામ, ન્હાનાલાલ અને આનંદશંકર ધ્રુવ જેવા સાહિત્યકારો તેમના મિત્રો હતા.

કચ્છની રાજકન્યા રમાબા સાથે ૧૫ વર્ષે લગ્ન થયા. સાથે (વડારણ) દાસી તરીકે બાલિકા મોઘી (શોભના) આવેલ. શોભના કલાપીનું પ્રિયપાત્ર બની. તેના નવ વરસના વિરહમાંતી સર્જાયા સંખ્યાબંધ પ્રણયકાવ્યો. અંતે સૌની સંમતિથી ૨૪ વર્ષે શોભના સાથે લગ્ન કર્યા. દાસી રાજરાણી બની. ગુરૂ મિત્ર મણિલાલ દ્વિવેદીની સલાહથી આખરે તા.૨૧-૧-૧૮૯૫ના રોજ સતારૂઢ થયા. ૮ વર્ષના ટૂંકા ગાળામાં ૨૫૦ કાવ્યો લખ્યા હતા.

''જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપીન.''

'' રે પંખીડા સુંખથી ચણજો ગીતડાં કાંઇ ગાજો.''

''સાંદર્યો વેડફી દેતા,ના ના સુંદરતા મળે, સાદર્યો પામતાં પહેલા સુંદર બનવું પડે.''

''હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે.''  એ ગીતો લોક હૈ યે-લોકજીભે રમે છે.

'' કઠિન ન બનો હૃદય પ્રભુએ જ ઇચ્છુ'' એવી પ્રાર્થના કરનાર કવિના સમગ્ર કાવ્યનો સંગ્રહનો સમાવેશ થયેલ છે.

''કલાપીનો કેકારવ'' સને ૧૯૦૩માં અંગત મિત્ર કવિ કાન્તે પ્રસિધ્ધે કરેલ. એક જ રાતની ટૂંકી માંદગીમાં સને ૧૯૦૦માં મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેઓની કવિ હૃદય આજે પણ લોકોના હૈયામા વગોળાય છે

સંકલનઃ બી.જી.કાનાણી

પ્રિન્સીપાલ ઉમીયાજી મહિલા કોલેજ ધ્રોલ 

(11:25 am IST)