Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરેન્દ્રનગરમાં બેટી બચાવો વર્કશોપ યોજાયો

 સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અનુસંધાને બેટી બચાઓ બેટી પઢાઓ સેલ સુરેન્દ્રનગર દ્વારા સાઈબર સેલ અને સુરક્ષા સેતુનાં સહકારથી ગાંધી સ્મારક હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્મેંન્ટ નર્સિંગ કોલેજ ખાતે  એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં હતું. આ પ્રસંગે સંસ્થાનાં વડા ડો. શાલીનીબેન દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં ફિલ્ડઓફીસર આશાબેન દેસાઈ, મહિલા કલ્યાણ અધિકારી રચનાબેન રાવલ, જિલ્લા કો-ઓડીનેટર નેહાબેન પારેખ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને સાયબર સેલ વિભાગનાં નોડલ અધિકારી પી.કે.પટેલ, પી.એસ.આઈ  ટી.એમ.પંડયા અને સુરક્ષા સેતુના કો-ઓર્ડીનેટર જયરાજભાઇ સિંધવ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી  વ્હાલી દિકરી યોજના અને ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત વિસ્તૃત માહિતી, કાયદાની સમજ, હિંસાના પ્રકાર અને સજા અંગે સમજણ આપી હતી. બેટી બચાવો બેટી પઢાઓ યોજના, પી.બી.એસ.સી. અને ઓ.એસ.સીની કામગીરી, બંધારણીય અધિકારો તેમજ મહિલા-લક્ષી અને મજૂર કાયદાઓ, સાઇબર ક્રાઈમ વિષે તકેદારી અને સમજણ, સુરક્ષા સેતુ કામગીરી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે તબ્બકામાં બેટી બચાઓ બેટી પઢાઓનાં શપથ લઇ સીગ્નેચર ડ્રાઇવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવાંમાં મહિલા બાળ અધિકારી શૈલેષભાઈ, પી.એસ.આઈ. પંડ્યા સાહેબ, આશાબેન, રચનાબેન, જલ્પાબેન, નેહાબેન, ડો. શાલીનીબેન, અને જયરાજભાઈ એ જહેમત ઉઠાવી હતી.(૨૨.૩)

(11:25 am IST)