Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભાવનગરમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વેપારીઓ ત્રિરંગા યાત્રાનું સ્વાગત કરશે

યાત્રામાં જોડાયેલ વિદ્યાર્થીઓને મુસ્લીમ સમાજ નાસ્તો પીરસશે

ભાવનગર તા.૨૪:૭૧ માં પ્રજાસત્ત્।ાક દિવસ ને યાદગાર બનાવવાઙ્ગ ખરક સમાજ ની વાડી ખાતે દરેક સમાજ,શાળા સંચાલકો, વેપરીઓ, રાજકીય પક્ષ ના આગેવાનો ની બેઠક મળી હતી. બેઠકમાં યાત્રા ની રાજયભરમાં નોંધ લેવાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

યાત્રા વિશે માહિતી આપતા વૈભવ જોશી,આઈ.કે.વાળા એ જણાવ્યું હતુંકે ૨૬ જાન્યૂઆરી ના રોજ સવારે ૯ કલાકે ધ્વજવંદન બાદ વાયાયમશાળામાં એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ શહેર નજીક આવેલી ખાનગી,સરકારી શાળાના પાંચ હજાર વિદ્યાર્થીઓની તિરંગા યાત્રા યોજવામાં આવશે.

યાત્રા વ્યાયામશાલાથી પ્રારંભ થશે. જે તિલક ચોક, વાવચોક, ડો.બલદાનિયાની હોસ્પિટલ થઈ બજરંગદાસ બાપા ચોક ખાતે પૂર્ણ થશે.યાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનો ના વેપારીઓ યાત્રા નું બેનર અને પુષ્પ દ્વારા સ્વાગત કરશે. સાથે ૨૭ જેટલી શાળા દ્વારા દેશ ભકિત નો માહોલ ઉભો થાય તેવી થીમ રજૂ કરવામાં આવશે.

યાત્રામાં પાંચ હજાર થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે.સાથે ૨૭ શાળા ના સંચાલકો તમામ ને તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ ્દરારા નાસ્તો પીરસવામાં આવશે.

શહેરની છ સરકારી શાળા ના આચાર્યો ને સાંસ્કૃતિકઙ્ગ કાર્યક્રમ ની જવાબદારી સોંપવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ ની અંદર પ્રથમ ત્રણ કૃતિઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

યાત્રાને લઈ આયોજકો દ્વારા આ યાત્રા કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. સમગ્ર તળાજાનો કાર્યક્રમ જાહેર કરેલ હતો.શહેરની તમામ જ્ઞાતિ, વેપરીઓ, નાગરિક બેંક, વિવિધ સંસ્થાઓ જોડાયા હતા.

(11:54 am IST)