Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

શાપરમાં ટ્રક નીચે સુતેલા કોટડાસાંગાણીના કલીનર જીતેન્દ્રસિંહનું ચગદાઇ જતાં મોત

નીચે કલીનર સુતેલ છે તેનાથી અજાણ ડ્રાઇવરે ટ્રક ચાલુ કરી દેતાં બનાવ

રાજકોટ તા. ૨૪: શાપર વેરાવળમાં   શાપર ચોકી નજીક સર્વિસ રોડ પર રાત્રે ટ્રક નીચે સુતેલા કલીનર યુવાન કોટડાસાંગાણીના જીતેન્દ્રસિંહ દિલુભા ચોૈહાણ (ઉ.વ.૩૫)નું ડ્રાઇવરે ટ્રક ચાલુ કરી દેતાં વ્હીલ નીચે ચગદાઇ જતાં મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં ગંભીર ઇજા થતાં પહેલા અજાણ્યા યુવાન તરીકે જીતેન્દ્રસિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. શાપર પોલીસે તપાસ કરતાં મૃતકની ઓળખ થઇ હતી. તે ટ્રકમાં કલીનર તરીકે કામ કરતાં હોઇ સાંજે આરામ કરવા ટ્રક કન્ટેનર જીજે૧૨બીડબલ્યુ-૧૪૬૫ નીચે સુઇ ગયેલ. આ વાતથી અજાણ ડ્રાઇવરે ટ્રક ચાલુ કરી હંકારી દેતાં જીતેન્દ્રસિંહને ગંભીર ઇજા થઇ હતી અને મોત નિપજ્યું હતું. શાપરના હેડકોન્સ. નોૈશાદભાઇ અને અનિરૂધ્ધસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:12 am IST)