Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાંકાનેરના મેસરીયા ગામમાં જાહેરમાં જુગાર રમતા રાજકોટના ત્રણ મહિલા સહીત છ શકુનિઓ ઝડપાયા

રોકડ અને મોબાઈલ સહીત 26,970નો મુદામાલ જપ્ત કરાયો

વાંકાનેરના મેસરિયા ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કરીને જુગાર રમતી ત્રણ મહિલા સહીત છને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમના બલદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેસરિયા ગામે દરોડો કર્યો હતો

  મેસરિયામાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ભરત મગનભાઈ ગોંડલીયા( રહે મેસરિયા) તેમજ હરેશ અમૃતલાલ સાગાણી, કલ્પેશ અનોપભાઈ ગોસ્વામી, નંદાબેન સુધારકુમાર મરાઠી, મીનાક્ષીબેન સુરેશભાઈ ગોધાણી અને કુંદનબેન હરેશભાઈ સાંગાણી (રહે રાજકોટ)ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧,૯૭૦ અને ત્રણ મોબાઈલ કીમત રૂ ૧૫૦૦૦ સહીત કુલ રૂ ૨૬,૯૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(1:11 am IST)