Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

માળિયા મિયાણા: મામલતદાર કચેરી સામે યુવાન ઉપર પાંચ શખ્સોનો જીવલેણ હુમલો

છરી ના ઘા મારી હત્યાનો પ્રયાસ : યુવકને ગંભીર હાલાતમાં રાજકોટ ખસેડાયો

માળિયા મિયાણામા રહેતા યુવાન પર તેના પાડોશમાં રહેતા પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી

  માળિયા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા તાજમહમદ કરીમહમદ સધવાણીએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પાડોશમાં રહેતા કાદરભાઈ હબીબભાઈ જેડા તે શેરીમાં બહાર બેસતા હોય તે વાત ન ગમતી હોય જેનો ખાર રાખી જ્યારે ફરિયાદી સાંજના સમયે પોતનું બાઇક લઈ જતો હોય ત્યારે આરોપી કાદર હબીબભાઈ જેડા, સુભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકિરભાઈ હબીબભાઈ જેડા અને રફીક હાજીભાઈ મોવર બધા સાથે મળી ફરિયાદને માથા તમેજ બીજા ભાગોમાં છરી ના ઘા મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કરી ત્યાંથી નાસી ગયા હતા

 ઘટનાની જાણ થતાં માળિયા પોલિસ મથકની ટિમ દોડી ગઈ હતી અને ઘાયલ થયેલ યુવાનને સારવાર માટે પ્રાથમિક સારવાર માળિયા ત્યારબદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

પોલીસ પાચ શખ્સો વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો નોંધી આરોપી ઝડપવા ની કામગીરી હાથ ધરી હતી જે અંગેની વધુ તપાસ માલિયાં પી.એસ.આઈ જી.વી.વાણિયા ચલાવી રહ્યા છે

(12:29 am IST)