Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાંકાનેરના વીરપર નજીક વાડીમાં છુપાવેલ દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવાયો

દારૂની બોટલ અને ચપલા સહીત કુલ ૩૬૦ થી વધુ બોટલ મળી

વાંકાનેર તાલુકના વીરપર નજીક વાડીમાં રાખેલા દારૂના જથ્થાની માહિતી મળતા પોલીસે દરોડો કરીને વાડીમાંથી ૩૭,૩૦૦ નાં મુદામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો છે

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના સુચનાથી ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકના પી.એસ.આઈ આર.પી.જાડેજા, સુરેશભાઈ ચાવડા, મુકેશભાઈ, વિજયભાઈ, અશ્વિનભાઈ, હરપાલસિંહ અને બળદેવસિંહ સહિતની ટીમ પેટ્રોલીગમાં હોય

ત્યારે ખાનગી બાતમીને આધારે વીરપર ગામ જવાના રસ્તે વાડી ધરાવતા હીરાભાઈ અરજણભાઈ કોળીની વાડીએ દરોડો કર્યો હતો અને આરોપીએ વાડીમાં દારૂ છુપાવ્યો હોય જ્યાંથી પોલીસે રેડ દરમિયાન દારૂની બોટલ અને ચપલા સહીત કુલ ૩૬૦ થી વધુ બોટલ મળી આવતા ૩૭,૩૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે .

(12:28 am IST)