Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઘુંટુની સીમમાં કારખાનામાં ચોર સમજીને માર મારતા યુવાનનું મોત : ત્રણ શખ્શો સામે હત્યાનો ગુન્હો નોંધાયો

કારખાનાના સેઠ ,સુપરવાઈઝર સહીત ત્રણ સામે હત્યાનો ગુન્હો

મોરબીના લખધીરપુર રોડ પર ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાં અજાણ્યા યુવાન ચોરી કરવા આવ્યો હોય તેવી શંકાને આધારે માર મારતા યુવાનનું મોત થયાની ઘટનામાં ત્રણ શખ્શો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

મોરબીના લખધીરપુર રોડ પર ઘૂટું ગામની સીમમાં આવેલ લ્યુંસીડ માઈક્રોન કારખાનામાં સિક્યુરીટી મેન તરીકે ફરજ બજાવતા મિથુનકુમાર સંતોષકુમાર ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે એક અજાણ્યો શખ્શ આશરે ૩૦ થી ૪૦ વર્ષનો કારખાના પાસે આવ્યો હોય અને તે ચોરી કરી ભાગતો હોય તેવું જણાતા તેને પકડીને આરોપી રોહિતભાઈ લ્યુસીડ કારખાનામાં એથ, નીલેશભાઈ લ્યુસીડ કારખાનાના સુપરવાઈઝર અને પરષોતમભાઈ ઉર્ફે મામા લ્યુસીડ કારખાનાના સુપરવાઈઝરએ પાવડાના હાથા વડે તેમજ વાયર વડે માર મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અને યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પીએસઆઈ આર એ જાડેજા ચલાવી રહ્યા છે.

(12:21 am IST)