Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બેકાબુ ડમ્પર ખાખરાળા ગામની શેરીમાં ઘુસી ગયા બાદ પલટી ગયું

પુરપાટ દોડતા ડમ્પર સહિતના વાહનોથી ગ્રામજનોમાં રોષ

મોરબીના ખાખરાળા ગામ નજીકથી પસાર થતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ગામની શેરીમાં ઘૂસ્યું હતું અને બાદમાં ડમ્પર પલટી મારી ગયું હતું

મોરબીના નવલખી પોર્ટથી કોલસો ભરેલા વાહનો તેમજ અન્ય માલવાહક વાહનો પુરપાટ ઝડપે દોડતા હોવાથી નવલખી રોડ પર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં એક ડમ્પર ખાખરાળા નજીકથી પસાર થતી વેળાએ ડમ્પર ખાખરાળા ગામની શેરીમાં ઘૂસ્યું હતું અને બાદમાં પલટી ગયું હતું અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ વધતા અકસ્માતો અને પુરપાટ દોડતા ડમ્પર સહિતના વાહનોથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે

(12:12 am IST)