Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાંકાનેરના રાતીદેવડી ગામે ચાર શખ્શોનો ખુલી તલવાર સાથે આતંક :કારમાં તોડફોડ

તલવાર અને પાઈપ ધોકા વડે કાચ તોડીને કારને નુકશાન પહોચાડ્યું

વાંકાનેરના રાતી દેવડી ગામે જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્શોએ તલવાર અને ધોકા પાઈપ વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું છે

   વાંકાનેરના રાતીદેવડી ગામના રિયાજભાઈ યુનુસભાઈ પઠાણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રાજા તેના પર થુકેલ જેથી ફરિયાદીએ ઠપકો આપતા રાજા ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી માર મારી બાદમાં નવી રાતી દેવી ગામે તેના ઘરે જતા આરોપી રાજા જે ભાલુંભાથી ઓળખાય છે, રાજાનો ભાઈ રવિ, શિવરાજસિંહ વેરૂભા ઝાલા અને કાનો ઉર્ફે કૃષ્ણરાજસિંહ ઝાલા (રહે બધા રાતી દેવડી વાળા ) એ તલવાર અને પાઈપ ધોકા વડે ફરિયાદીની અલ્ટો કાર નં જીજે ૧૮ બી ૧૧૧૩ અને પીકઅપ વાહન નં જીજે ૦૧ ટીવી ૮૫૬૭ પર ઘા મારી કાચ તોડી નુકશાન કર્યું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:11 am IST)