Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મુંદરાના રામાણીયા અને વવાર પાટિયા પાસે દેશી દારૂના દરોડા : ચાર આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લેવાયા

 

મુંદરા પોલીસે તાલુકાના રામાણિયા અને વવાર પાટિયા પાસે બે જુદા જુદા દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રામાણિયામાં પડાયેલી રેડમાં ઘનશ્યામસિંહ પોપટભા જાડેજા તેમજ લાલુભા ઉર્ફે ટીનુભા જાડેજા ( રહે બંને રામાણિયા ) વાળાની બાઈકમાંથી રર લિટર દેશી દારૂ કિ  ૪૪૦ તેમજ બાઈક મળીને કુલ ૧પ , ૪૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો

 બીજા દરોડો વવાર પાટિયા પાસે પાડવામાં આવ્યો હતો . જેમાં આરોપી જયદીપસિંહ મહિપતસિંહ તેમજ ઉમેદ નારણ ડાંગર ( રહે બંને મોટી ખેડોઈ , તા . અંજાર ) ને Â ક્ટવા પરથી ર૬ લિટર દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા . પોલીસે Â ક્ટવા સહિત ર૦ , પર૦નો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ અશોકભાઈ કનાડે હાથ ધરી છે

(11:58 pm IST)