Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઝારખંડમાં વિજયની ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

ભુજના જયુબેલી ગ્રાઉન્ડમાં ફટાકડા ફોડીને પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરાઈ

ભુજ : ઝારખંડની રઘુવરદાસની વડપણ વાળી ભાજપ સરકારને પરાજય આપીને કોંગ્રેસ તથા ઝારખંડ મુકિત મોરચાના ગઠબંધનનો જવલંત વિજય થયો છે. ઝારખંડમાં કોંગ્રસ પક્ષનાં જવલંત વિજય બદલ ઉપસ્થિત આગેવાનોએ પેડા વહેંચી, મીઠું મોઢું કરાવી ખુશી વ્યકત કરતા આ વિજયને કોગ્રેસપક્ષના કાર્યકરોનો વિજય તથા ભાજપની પ્રજા વિરોધી નીતિને જાકારો ગણાવ્યો હતો અને ઝારખંડમાં કોંગ્રેસ તરફથી મતદાન કરનાર કચ્છી મતદારોનો આભાર માન્યો હતો

  . જિલ્લા મથક ભુજમાં જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે વિ.કે. હુંબલ, અરજણભાઈ ભુડીયા, રફીકભાઈ મારા, રવિન્દ્ર ત્રવાડી, દિપકભાઈ ડાંગર, ગનીભાઈ કુંભાર, પી.સી.ગઢવી, માનસીબેન શાહ, ડો.રમેશ ગરવા, ઈલીયાસભાઈ ઘાંચી, પુષ્પાબેન સોલંકી, મુસ્તાક હિંગોરજા, આઈશુબેન સમા, ફકીરમામદ કુંભાર, કાસમ સમા, હાસમ સમા, રાજેશભાઈ આહીર, હરિસિંહ રાઠોડ, રસીકબા જાડેજા, શકિતસિંહ ચૌહાણ, ઈમરાન રાઠોડ, આદમ કુંભાર, સતાર મોખા, શહેજાદ સમા, ઈમરાન બ્રેર, અકીલ મેમણ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. વ્યવસ્થા ધીરજભાઈ રૂપાણીએ સંભાળી હતી

(11:55 pm IST)