Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ : શહેર કોંગ્રેસ સમિતિએ ધરણા કર્યા

સુરેન્દ્રનગર :શહેરના સર્વાંગી વિકાસ માટે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તેમજ વઢવાણ નગરપાલિકાને ટવિન સિટી જાહેર કરવા હિલચાલ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો છે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માંગ સાથે સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગ્રેસી કાર્યકરોએ કાર્યક્રમ આપ્યો હતો.

            સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનોએ સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસ માટે ધરણા યોજી કાર્યક્રમ આપીને સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા અને સંયુક્ત નગરપાલિકા નહીં પણ મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી.

(8:37 pm IST)