Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ ૯૪ વિદ્યાર્થી ભાઇ બહેનોનુ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સન્માન

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને યુવા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૨થી સ્પર્ધાત્મક પરીક્ષા નુંતાલીમ વર્ગો ચાલી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૧૯ માં સરકારી વિભાગમાં પસંદ થયેલા કુલ ૯૪ વિદ્યાર્થી ભાઇઓ બહેનો નું સન્માન કરવા નાનામોવા મેઈન રોડ સત્યમ પાર્ટી લૉન્જ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો સાડા સાત હજારથી વધુ લોકોએ હાજર રહીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સન્માન સમારોહ ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ના પ્રમુખ હર્ષદભાઈ માલાણી હાજર સૌ લોકો નો શાબ્દિક સ્વાગત કર્યું હતું સ્વાગત બાદ સરકારી નોકરીમાં પસંદ થયેલા કોઈ ૯૪ વિદ્યાર્થી ભાઇઓ સાથે તેમના માતા-પિતા પરિવારને નરેશભાઈ પટેલ અને અન્ય મહેમાનો ને હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની છબી આપીને સન્માનિત કરાયા હતા સન્માનિત થયેલા કુલ ૯૪ વિદ્યાર્થીઓમાં ૭૮ પોલીસ વિભાગમાં પસંદ થયા છે જ્યારે બાકીના ૧૬ વિદ્યાર્થીઓએ ડીવાયએસઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નશાબંધી અને આબકારી વિભાગ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક પામી સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન અને મોબાઇલમાં ફ્લેશ લાઇટ ચાલુ કરી મા ખોડલની આરતી કરવામાં આવી હતી

આ તકે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવી સન્માનિત થનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાના માર્ગદર્શક એવા શ્રી નરેશભાઇ પટેલનું હાર પહેરાવી અને મા ખોડલની પંચધાતુની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યું હતું સાથે જ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી હર્ષદભાઈ માલાણી વિદ્યાર્થીઓને તાલીમ આપનાર શ્રી સંજયભાઈ પાદરીયા અને સંજયભાઈ ખાખરીયા નો પણ મા ખોડલની પંચધાતુની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યું હતું સન્માનિત થનારા બહેનોએ નરેશભાઈ પટેલ અને સંજયભાઈ પાદરીયા અને તૈલી ચિત્ર અર્પણ કરીને સન્માન કર્યું હતું કાર્યક્રમમાં બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથ વેરાવળ ના ટ્રસ્ટી કમલ નયન ભાઈ સોજીત્રાએ પ્રાસંગિક સંબોધનમાં કરેલ

આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ લેવા પટેલ સમાજ અતિથિ ભવન ના ટ્રસ્ટીઓ દાતાઓ ખોડલધામ ટ્રસ્ટ ના સમગ્ર ગુજરાતના કન્વિનર સહ કન્વીનર ખોડલધામ મહિલા સમિતિ, દાતાઓ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સોશ્યલ ગ્રુપ ના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્થાના સભ્યો સહિતના  સાડા સાત હજારથી વધુ લોકો હાજરી આપી  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(4:15 pm IST)