Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજય કક્ષા અંડર ૧૪ કુરાશ સ્પર્ધામાં ચોટીલાનો ડંકોઃ સુખપરાનાં ૫ બાળકો તૃતીય આવ્યા

ચોટીલા તા.૨૪: જૂનાગઢ જીલ્લાના માણાવદર ખાતે તાજેતરમાં રાજય કક્ષાની અંડર ૧૪ કુરાશ સ્પર્ધા યોજાયેલ જેમાં ચોટીલાનાં સુખપરા પ્રાથમિક શાળાના ભાઈઓ અને બહેનો એ ભાગ લઈ રેકોર્ડ બ્રેક તૃતીય નંબરે પાચ વિધ્યાર્થીઓ વિજેતા બનેલ હતા શાળાનાં આ ગૌરવ પાછળ તેમના શિક્ષિકા ટીચરનું મુખ્ય કોચીંગ સફળ રહેલ હતુ

સુખપરા પ્રા. શાળા ની ખાવડીયા રીટાબેન ૨૪k.g., ખાવડીયા પાયલ ૨૮k.g , ખાવડીયા કીર્તિબેન ૩૬k.g., ખાવડીયા કિરણબેન ૪૪k.g., ખાવડીયા પ્રવીણભાઈ ૨૪k.g. માં તૃતીય નંબર મેળવી રાજય કક્ષાએ સુરેન્દ્રનગર જીલ્લાનું તેમજ શાળા નું ગૌરવ વધાર્યું છે. કોચ નયનાબેન રાણા તેમજ આચાર્ય હિતેશભાઈ અને શાળા પરિવાર તરફ થી બાળકોને શાળા કક્ષાએ સન્માનિત કરી અભિનંદન પાઠવેલ હતા.

(2:08 pm IST)