Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ આવનાર શિક્ષકનું મંત્રીનાં હાથે સન્માન

તાજેતરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લીંબડી ખાતે રાજય કક્ષાની ખેલ મહાકુંભ એથ્લેટીકસ સ્પર્ધા ના સુરેન્દ્રનગર જિલ્લાના વિજેતા ખેલાડીઓનો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો .જેમાં ચોટીલાના શિક્ષક અભયકુમાર બારોટ એ શિક્ષકોની ગોળાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ તે બદલ રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવેલ હતુ.(તસવીર  : હેમલ શાહ.ચોટીલા)

(2:07 pm IST)