Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

માલધારી સમાજની ચોટીલામાં રેલી

ચોટીલા તા.૨૪:ગુજરાત સરકારે તાજેતરમાં લોક રક્ષક દળની ભરતી કરેલ જેમા ગીર બરડા અને આલેચ વિસ્તારનાં માલધારી સમાજ સહિતનાં સમાજને સરકારે પ્રમાણપત્રોની ચકાસણીનાં બહાને અન્યાય કરવામાં આવતા ચોટીલા માલધારી સમાજે ન્યાય ની માંગ સાથે ગઈ કાલે શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવી સરકાર સમક્ષ રોષભેર વિરોધ વ્યકત કરેલ છે.

ચોટીલા તાલુકા સમસ્ત માલધારી સમાજે યુવા આગેવાન અજય સામંડ ની આગેવાનીમાં સોમવારનાં ચોટીલા શહેરમાં સુત્રોચ્ચાર સાથે રેલી કાઢેલ હતી તાલુકાનાં મોટી સંખ્યામાં માલધારી સમાજનાં ભાઇઓ આસપાસનાં માલધારી સંગઠન હોદ્દેદારો જોડાયેલ હતા ચોટીલામાં રેલીનું વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સમાજને થયેલ અન્યાયમાં ન્યાય મળે તેવી શુભેચ્છા વ્યકત કરેલ હતી

ઉગ્ર રોષ ની પ્રતિક્રિયા સાથે ચોટીલા પ્રાત અધિકારીનેઙ્ગ ઙ્ગઆવેદન પાઠવેલ જેમા માલધારી સમાજે જે તે વિસ્તારમાં રબારી, ભરવાડ ચારણ સહિત જે જાતિને અનુ. જનજાતિ નો દરજ્જો આપવામાં આવેલ છે તે ચાલુ રાખવા માંગ કરેલ છે તેમજ અન્યાયનો ન્યાય નહી મળે તો આવનાર ૧૫ દિવસમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.

(2:07 pm IST)