Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જંગવડમાં સગપણના ડખ્ખામાં ભૂપત રાઠોડ અને માતા મંજુબેન પર ચાર શખ્સોનો ધારીયાથી હુમલો

રાજકોટ તા. ૨૪: જસદણના જંગવડમાં રહેતાં ભૂપત રૂડાભાઇ રાઠોડ (ઉ.૨૫) નામના દેવીપૂજક અને તેના માતા મંજુબેન રૂડાભાઇ રાઠોડ (ઉ.૫૦) પર સાંજે સાતેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે હિમત, ભગો, મેહુલ, વિનુ સહિતના શખ્સોએ ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં બંનેને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ આટકોટ પોલીસને જાણ કરી હતી.

મંજુબેનના કહેવા મુજબ મારી દિકરી સાથે સગપણ કરવા મેહુલે માંગુ કર્યુ હતું. પણ અમારી દિકરીને સગપણ કરવું ન હોઇ તેને સગપણની ના પાડતાં તે પાછળ પડી મારી દિકરીને હેરાન કરતો હતો. આ બાબતે મેહુલને સમજાવવા જતાં હુમલો થયો હતો. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)