Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

માંગરોળના આત્રોલીમાં યોજાયેલ પશુઆરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુને સારવાર અપાઈ

જૂનાગઢ,તા.૨૪:  માંગરોળ તાલુકાના આત્રોલી ગામમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડો.દિનેશ ડાભી,પશુધન નિરીક્ષક ઈરફાનભાઈ, રાહુલભાઈ બામરોટિયા દ્વારા પશુ આરોગ્ય કેમ્પમાં ૧૫૨૮ પશુઓને સારવાર આપી હતી. જેમાં પશુઓને ગાયનેક સારવાર,મેડીસીન સારવાર,ડીવર્મીંગ કરવામાં આવે છે. ડો. દિનેશ ડાભીએ જણાવ્યું હતું કે, કેમ્પમાં બીમાર પશુઓને રસીકરણ,ઈન્જેકશન,ડ્રેસીંગ સહિતની સારવાર આપવામાં આવે છે. જેમાં ડીવર્મીંગ મોટેભાગે ઘેટા બકરાઓમાં વધુ કરવામાં આવે છે. આ કેમ્પમાં ગામના પૂંજાભાઈ ઓડેદરા,કરશનભાઈ ઓડેદરા, અને ભાવનાબેન કેશવાલા એ તેમના પશુને નિશુલ્ક સારવારનો ઘર આંગણે જ લાભ લીધો હતો.

(12:47 pm IST)