Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મેંદરડા ખાતે મહિલા કોલેજમાં ટેબલેટનું વિતરણ

જુનાગઢઃ મેંદરડા ખાતે સ્વ. શ્રી મકવાણા એભલભાઇ અમરાભાઇ શૈક્ષણિક સંકુલના પટાંગણમાં સ્વ.શ્રી મકવાણા અમરાભાઇ માણસુરભાઇ એજ્યુ. ચેરી. ટ્રસ્ટ સંચાલિત  માતૃશ્રી  મોંઘીમાં મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બહેનોને ગુજરાત સરકાર તથા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા  આપવામાં આવેલ ટેબલેટનો વિતરણ કાર્યક્રમ તથા ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાએ સ્થાન પામેલ શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ  કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પૂર્વ સંસદીય સચિવ એલ.ટી.રાજાણી, ઉદઘાટક તરીકે સિન્ડીકેટ સભ્ય ભાવનાબેન અજમેરા, મંત્રી જવાહરભાઇ ચાવડાના પ્રતિનિધી શ્રી કિરણભાઇ ડાંગર, એસ.ટી નિગમના પૂર્વ ડાયરેકટર શ્રી વિનુભાઇ કથિરીયા સંસ્થાના મેનેજીંગ જ્ઞ્ટ્રસ્ટીશ્રી મકવાણા કૃષ્ણકુમાર  એભલભાઇ, ખીમજીભાઇ પાનસુરીયા , હમીરભાઇ માડમ, જે.ડી. ખાવડુ, વલ્લભભાઇ ચાવડા , વિનુભાઇ ખુંટ, સંજયભાઇ દોડવડીયા, જાકીરભાઇ સોલંકી , ભરતભાઇ અમરેલીયા, વાલીશ્રીઓ, પત્રકારશ્રીઓ , સ્ટાફગણ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ - બહેનો  ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના આચાર્ય એમ.એમ. કથીરીયા એ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.વી. રામે કરેલ હતુ.

(12:45 pm IST)