Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જૂનાગઢનાં ઉપરકોટ વિસ્તારમાંથી કેફી પીણુ પીને વાહન ચલાવતા બે શખ્સો ઝડપાયા

જૂનાગઢઃ તાજેતરમાં જૂનાગઢ શહેરના ઉપરકોટ વિસ્તારમાં લુખ્ખા તત્વો આંટાફેરા કરતા હોવાની તથા પ્રવાસીઓને અગવડતા રહેતી હોવાની રજૂઆત જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્દ્યં ને મળતા, તેઓએ ર્ંઉપર કોટ વિસ્તારમાં સદ્યન પેટ્રોલીંગ હાથ ધરી સવાર બપોર તેમજ સાંજના સમયે બિનજરૂરી આટાફેરા કરતા લુખ્ખા તત્વો તથા રોડ છાપ રોમિયોને પકડી પાડવા માટે સૂચનાઓર્ં કરવામાં આવેલ હતી.જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેકટર વિધિ ઉંજિયા, હે. કો. વિક્રમસિંહ, ભૂપતસિંહ, હેમંતભાઈ સુભાષભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સદ્યન ર્ંપેટ્રોલીંગ હાથ ધરી, પેટ્રોલિંગ દરમિયાન ઉપરકોટ વિસ્તારના ગેબનસા પીર ની દરગાહ તરફથી રિક્ષાચાલક સાહિલભાઈ હસનભાઈ સીડા જાતે ગામેતી (ઉવ. ૨૩) રહે. સુખનાથ ચોક, વડાલ પાનવાળી ગલીમાં, જૂનાગઢ અને તેની સાથે રિક્ષામાં બેસેલ અમીન બાવા મીયા મુનશી (ઉવ. ૩૩) રહે. જેલ રોડ, બરફના કારખાનાની સામે, મતાવાવાડ, જુનાગઢને નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા તેમજ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતાં, રિક્ષાચાલક સાહિલભાઈ હસનભાઈ સીડા જાતે ગામેતી રહે.ઙ્ગ સુખનાથ ચોક, જૂનાગઢ તથા આરોપી અમીન બાવામિયા મુનશી રહે. મતવાવાડ જૂનાગઢ વિરુદ્ઘમાં પ્રોહીબીશન પીધેલા તેમજ કેફી પીણું પીને વાહન ચલાવવા બાબતે અલગ અલગ બે ગુનાઓ દાખલ કરી, પીયાગો રિક્ષા કિંમત રૂ. ૩૫,૦૦૦/- ની કબજે કરી, ધોરણ સર કાર્યવાર્હીં કરવામાં આવેલ છે.

(12:44 pm IST)