Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જુનાગઢ સ્પાર્ક ગૃપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

જુનાગઢ :સ્પાર્ક ગૃપ દ્વારા થેલેસિમિયાના દર્દીઓ માટે  ચોથો બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો. આ કેમ્પને જુનાગઢના મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલ અને ધારા સભ્ય શ્રી ભીખાભાઈ જોષી દ્વારા ઉદઘાટન કરી શહેરીજનો માટે ખુલ્લો મુકી સ્પાર્ક ગૃપની સેવાકિય પ્રવૃતીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેમ્પમાં સ્પાર્ક ગૃપના પ્રમુખ રાહુલ ચોચા એ એકવીસમી વાર રકતદાન કરી યુવાઓને ઉત્સાહ પુરો પાડ્યો હતો.  કેમ્પને સફળ બનાવવામાં સ્પાર્ક ગૃપના સેવાભાવી ભૌતેષ ભુવા, વિશાલ ચાવડા અને દિવ્યેશ નંદાણિયા એ સરાહનિય સેવાકિય પ્રવૃતિ કરી અનોખું ઉદાહરણ પુરું પાડ્યું હતું. આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રભાઈ મશરૂ એ હાજરી આપી ને સતત નિૅંસ્વાર્થ સામાજીક કાર્યો કરવા બદલ સ્પાર્ક ગૃપનું સન્માન કર્યું હતું. અને સ્પાર્ક ગૃપને સતત સેવાકિય પ્રવૃતિઓ કરવા આશીર્વચનો અને પ્રેરણા આપી હતી.

(12:43 pm IST)