Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મહેન્દ્રસિંહને વ્યસન હોય વાડીમાં જ ગાંજાનું વાવેતર કર્યું'તુ આજે રીમાન્ડ મંગાશે

પડધરીના મોટી ચણોલ ગામની સીમમાં રૂરલ એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપી લીધું

તસ્વીરમાં ગાંજાના વાવેતર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ : પડધરીના મોટી ચણોલ ગામની સીમમાં ગાંજાના વાવેતર સાથે પકડાયેલ ગરાસીયા શખ્સને ગાંજાનું વ્યસન હોય પોતાનીજ વાડીમાં ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી છે. પકડાયેલ ગરાસીયા શખ્સને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હડ.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ. સાહીલભાઇ ખોખરને ખાનગી રાહે હકીકત મળેલ કે મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા રામસંગ જાડેજા ઉ.૬પ રે. મોટીચણોલ તા.પડધરી જી.રાજકોટ વાળાએ મોટી ચણોલ ગામની ઉગમણી સીમમાં પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીમાં શેઢા ઉપર ગે.કા.માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા માદક પદાર્થ ગાંજાના લીલાછોડ પર કિ. ર.૦૩૦પ૦ મળી આવતા પડધરી પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલછે.આ કાર્યવાહી એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા સંજયભાઇ નિરંજની, ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ, સાહીલભાઇ ખોખર, વિજયગીરી ગોસ્વામી તથા મયુરભાઇ વિરડા રોકાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ મહેન્દ્રસિંહને ગાંજાનું વ્યસન હોય પોતાની જ વાડીમાં ગાંજાનું વાવેતર કરી નાખ્યું હતું. જો કે, મહેન્દ્રસિંગ ગાંજાનું વેચાણ કરતા હતા કે કેમ ? તે મુદે તપાસ કરવા આજે તેન ેરીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે વધુ તપાસ પડધરીના પીએસઆઇ જે.વી.વાઢીયા ચલાવી રહ્યા છે

(12:43 pm IST)