Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બ્યુટીપાર્લર અને શિવણ કલાસના સરકારી કોર્ષના નામે ભાણવડમાં ૨૦૦ મહિલાઓ સાથે છેતરપીંડી

ભાણવડ તા. ૨૪: ભાણવડમાં ૨૦૦ મહિલાઓ સાથે સરકારી કોર્ષના નામે છેતરપીંડી થતા ખળભળાટ મચી ગયો છે.

કેટલાક સમય પહેલા માણસાની એક સીકયુરીટી એજન્સીએ સરકારી ભરતીના મથાળા સાથે જાહેરાત કરી બેરોજગારોને સરકારી ધારા ધોરણ મુજબ નોકરીની લાલચ આપી પ્રવેશ ફી રૂપે ઉઘરાણી  કરી લેવા ના બનેલા કિસ્સા બાદ હવે જરૂરીયાત મંદ મહિલાઓ અને યુવતિઓને શિવણ કલાસ અને બ્યુટી પાર્લરના કોર્ષ આરરા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્રારા શરૂ કરવામાં આવ્યા હતા જેમાં બ્યુટી પાર્લરના કોર્ષ માટે રૂ.૨૫૦૦/ અને શિવણ કલાસ માટે રૂ.૨૨૦૦/ ફી રાખવામાં આવી હતી અને કોર્ષનો સમય દસ મહિનાનો હતો તેમજ કોર્ષ પુર્ણ થયે કોર્ષ કરનારને સ્કોલરશીપ પેટે રૂ.૪૦૦૦/ તેમજ શિવણ કલાસનો કોર્ષ કરનારને સીલાઈ મશીન તથા બ્યુટી પરનો કોર્ષ કરનારને પાર્લર ક્રીટ સાથે સર્ટી ફિકેટ અપવાની જાહેરાત કરવામાં આવી હોઈ ભાણવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની આશરે ૨૦૦ જેટલી જરૂરીયાતમંદ મહિલાઓએ સ્વનિર્ભર બનવાના હેતુથી આ કોર્ષ કરવા પેટે પાટા બાંધીને ફીના પૈસા ભરી આ સરથામાં કોર્ષ શરૂ કર્યા હતા અને અ ફીની પહોંચ બંસી ઈન્સ્ટીટયુટ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ વતી અસ્મીતાબેન કાનાભાઈ આંબલીયાએ આ મહિલાઓ પાસેથી કોર્ષની ફી લઈ ઉપરોકત સંસ્થાના નામની રસીદ પર પોતાની સહી કરી આપી હતી.

પરંતુ જેમ જેમ કોર્ષ આગળ વધતો ગયો તેમ તેમ જાહેરાત મુજબનો કોર્ષ કે કામગીરી ન થઈ રહી હોઈ આ ૨૦૦ જેટલી મહિલાઓને શંકા જવા લાગી હતી અને ઉપરોકત સસ્થા અંગે સંચાલીકા અસ્મીતા બેનને પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળતો ન હોઈ કોર્ષ કરી રહેલી મ હિલ ઓને છેતરાયા હોવાની લાગણી થઈ હતી આખરે ઉંડી તપાસ કરતા જાણવા મળેલ કે,આ સંસ્થાનું લગત સરકારી કચેરીઓમાં કોઈ પણ રજીસ્ટ્રેશન જ થયેલ નથી તેમજ સંસ્થાન। સંચાલિકા પાસે આ અંગેનું કોઈ સરકાર માન્ય દસ્તાવેજ કે પરવાનગી મળી આવેલ નથી જેથી કોર્ષ માટે આ સંસ્થા સાથે જોડાયેલી આશરે ૨૦૦ જેટલી મહિલાઓ તેમજ યુવતિઓએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં અને મામલતદારમાં રજુઆત કરી આ અંગે યોગ્ય તપાસ કરી આ સંસ્થા સામે કાયદા ની રીતે ન્યાયીક તપાસ કરવામાં આવે અને છેતરપીંડીનો ભોગ બનેલી તમામ મહિલાઓને યોગ્ય ન્યાય મળી રહે એ મુજબના પગલા લેવા માંગ કરેલ છે.

(12:42 pm IST)