Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સુરેન્દ્રનગરનાં રતનપર ભોગાવોનાં તટમાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થતા ૧૦ સામે ફરીયાદ

વઢવાણ, તા. ર૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે અને જિલ્લામાં મારામારી, લુંટ, ચોરી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં સોશ્યલ મીડીયામાં એક યુવકને અંદાજે ૧૦ થી ૧૨ જેટલા શખ્સો દ્વારા ક્રુરતાપૂર્વક ગાળો બોલી મારમારતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે વધુ તપાસ હાથધરતાં આ વાયરલ વિડીયો રતનપર ભોગાવો નદીના તટનો હોવાનું બહાર આવ્યું હતું જેમાં ફાયનાન્સમાં રીકવરીનું કામ કરતાં શખ્સનું અપહરણ કરી ધોકાઓ તથા છરી વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડયાં અંગેની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે ૧૦ જેટલાં શખ્સો સામે નોંધાવા પામી હતી જેની વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.ઙ્ગ

ફરિયાદી સમસેરખાન રહિમખાન મલેક ઉ.વ.૩૧, રહે.મુળગેડીયા હાલ રહે.રતનપરવાળા પરિવાર સાથે રહે છે તેમજ ખેતી અને ફાયનાન્સ કંપનીમાં રીકવરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ફરિયાદી દ્યેર હાજર હતાં તે દરમ્યાન મોબાઈલ પર ડાડાજામ રહે.સુરેન્દ્રનગરવાળાનો ફોન આવ્યો હતો અને ફરિયાદીને રતનપર બાયપાસ પાસે ખુલ્લા પ્લોટમાં બોલાવતાં ફરિયાદી ત્યાં પહોંચ્યો હતો પરંતુ કોઈ જ હાજર મળી આવ્યું નહોતું આથી બાઈક ઉભું રાખી સર્કિટ હાઉસવાળા કાચા રસ્તે ઉભો હતો તે દરમ્યાન કારમાં આવેલ અંદાજે ૧૦ જેટલાં આરોપીઓએ એક સંપ જઈ આયશર ગાડી સીઝ કરવા આવેલ ફરિયાદી તેમજ તેના મીત્ર સહદેવસિંહ પઢીયારને જિલ્લા પંચાયત કચેરી પાસે લઈ જઈ ચા-પાણી કરી પરત ફરી રહ્યાં હતાં તે દરમ્યાન મહેસાણાના સીઝરો ડાડોજામની આયશર લઈ જઈ સીઝ કરી હોવાનું મનદુઃખ રાખી ૧૦ જેટલાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ જઈ ફરિયાદી સમસેરખાન મલેકને રતનપર વિસ્તારમાં બોલાવી છરી વડે મારમારી કારમા લઈ જઈ અપહણ કર્યું હતું અને ભોગાવો નદીના કાંઠે લઈ જઈ ફરિયાદીને મારમારી બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(12:42 pm IST)