Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ચોટીલા ન. પા ની કારોબારીની યોજાઇ બેઠકઃ ૪૪૮.૪૮ લાખનાં કામોનાં ટેન્ડર મંજુર

 ચોટીલા : તા.૨૪, ચોટીલા નગરપાલિકા મિટીંગ હોલમાં  કારોબારીની બેઠક યોજાયેલ હતી જેમા ૪૪૬.૪૮ લાખનાં વિવિધ વિકાસનાં કામોનાં ટેન્ડરને મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ૨૬૮ લાખનાં નવા કામો સુચવવામાં આવેલ હતા.

 રાજયનાં મહત્ત્વનાં યાત્રાધામ એવા ચોટીલા શહેરની નગર પાલિકાની સોમવારનાં રોજ કારોબારીની બેઠક મધુબેન વી. સાંકરીયાનાં અધ્યક્ષતામાં યોજાયેલ હતી જેમાં શહેરનાં ૧ થી ૬ નંબરનાં વોર્ડનાં વિવિધ વિકાસની ગ્રાન્ટમાંથી કરવાનાં કામોનાં ટેન્ડરને મંજુરી આપવામાં આવેલ છે તેમજ અન્ય ૨૬૮ લાખની ગ્રાન્ટમાંથી કરવાનાં થતા નવા કામોને સાત સભ્યોની બહુમતીથી સુચવવામાં આવેલ છે.  યોજાયેલ કા. બા બેઠકમાં ૪૪૬.૪૮ લાખનાં મંજુર કરાયેલ ટેન્ડરોમાં ચોટીલા આણંદપુર રોડ, રબારીવાસ માંથી પસાર થતી વોકળીનાં રસ્તાનો વર્ષો જુનો પ્રશ્ર્ન હલ કરાયો છે. તેમજ શહેરનાં વિવિધ જ્ઞાતિના સ્મશાનને કમ્પાઉન્ડ દિવાલ અને મરામતનાં કામો સાથે કોમ્યુનિટી હોલમાં મુખ્ય ગેઈટ, લાઇટો, ટોયલેટ અને સ્નાનદ્યાટનાં કામો તેમજ કનૈયા ચોકડી થી સ્મશાન સુધીનાં મુખ્ય માર્ગનું રીપેરીંગ સહિત વિવિધ વોર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક જેવા ૬૫ કામોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે.

તેમજ સરકાર દ્વારા રોડ રીસરફેસીંગની ૧૨૯ લાખ, ૧૪માં નાણાં પંચના બીજા હપ્તાની ૧૧૪ લાખ, જીલ્લા આયોજનની ૨૫ લાખ, મળી કુલ ૨૬૮ લાખનાં વિવિધ વિકાસનાં કામો નક્કી કરી સુચવવામાં આવેલ છે.

 પાલિકા પ્રમુખ છાયાબા શકિતસિંહ ઝાલા એ જણાવ્યું છે કે વિવિધ કામોની શરૂઆત વહેલી તકે કરવાની શહેરમાં શરૂઆત કરવામાં આવશે. 

(12:42 pm IST)