Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મોરબીઃ લીફટ ઇરીગેશન માટે ખેડૂતોને મફત વીજળી કનેકશન અને મફત વીજળીની માંગણી

મોરબી,તા.૨૪: લીફ્ટ ઈરીગેશન માટેની કેનાલોના લાભિત ખેડૂતોને મફત વીજળી કનેકશન અને મફત વીજળી આપવાની માંગ સાથેનો પત્ર રાજયના મુખ્યમંત્રીને પાઠવી રજુઆત કરી છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો જનરલ સેક્રેટરી કાંતિલાલભાઇ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા જ્ઞાની કેનાલોને લીફ્ટ સિચાઈ માટેની કેનાલોમાં ફેરવવામાં આવેલ છે પરંતુ આ યોજનાઓમાં પહેલા ખેડૂતોને ધોરીયા દ્વારા પોતાના ખેતર સુધી મફતમાં પાણી મળતું આ સિંચાઈ યોજનાની જોગવાઈઓ મુજબ જે તે ખેડૂતોને ખેતર સુધી ધોરીયા દ્વારા પાણી પહોંચાડવાની યોજનાઓ સરકાર દ્વારા બનાવેલ હતી.

હવે જયારે સરકાર પાણીની બચત માટે યોજનામાં ફેરફાર કરી રહી છે જેથી ખેડૂતોને ડીઝલ એન્જીન દ્વારા પોતાના ખેતર સુધી પાણી લઇ જવું પડશે પરંતુ જે ખર્ચ ડીઝલનો આવશે તે વધુ થશે જેથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે જેથી વિસ્તારના ખેડૂતો લીફ્ટ સિંચાઈ દ્વારા પાણીનો ઉપયોગ કરે છે તેઓને સમગ્ર ગુજરાતમાં મફત ઇલેકિટ્રક કનેકશનો આપવામાં આવે અને મફત વીજળી ૨૪ કલાક આપવામાં આવે તેવી માંગ કરી છે જો આવું કરવામાં આવશે તો જ ખેડૂતો બીજી યોજનાના ખેડૂતો સાથે ઉભા રહી શકશે જે માંગણીઓ અંગે યોગ્ય નહિ કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ રજુઆત જણાવ્યું છે.

દોશી હાઇસ્કુલના આચાર્યનો નિવૃતિ સન્માન સમારોહ

વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી એમ એસ અને ડાભી એન આર હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડો. અનિલભાઈ મહેતા તા. ૩૧ ના રોજ છત્રીસ વર્ષ, ત્રણ માસ અને અઢાર દિવસની લાંબી ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરીને વયમર્યાદાને કારણે નિવૃત થતા હોય જેથી વયનિવૃત્ત્િ। સન્માન સમારોહ યોજાશે.

પ્રધાનાચાર્ય ડો. અનિલભાઈ મહેતાનો વયનિવૃત્ત્િ। સન્માન સમારોહ તા. ૨૯ ને રવિવારે સાંજે ૫ કલાકે દોશી એમ એસ અને ડાભી એન આર હાઈસ્કૂલ, પંચાસર ચોકડી પાસે મોરબી બાયપાસ મોરબી ખાતે યોજાશે જે સમારોહમાં પ્રમુખ સ્થાને રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુ. રા. શાળા સંચાલક મંડળ પ્રમુખ નારણભાઈ પટેલ, મંત્રી ડો. પ્રિયવદન કોરાટ, ડો. ડી એ ઉચાટ, ડો. ભરત રામાનુજ અને જીલ્લા શિક્ષણાધિકારી મોરબી બી એમ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(12:41 pm IST)