Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં નાગરિકતા બિલના સમર્થનમાં ભાજપ દ્વારા રેલી

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જન જાગરણ અભિયાન ચલાવાશે

ખંભાળીયામાં નાગરિકતા બિલના સમર્થનમાં રેલી યોજાઇ હતી જે તસ્વીરમાંે નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી- ખંભાળીયા)

રાજકોટ, તા. ર૪ :  કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદાનો અમલ કરવામાં આવતાં આજે ભાજપ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નાગરિકતા બિલના સમર્થનમાં રેલી યોજાઇ છે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નાગરિકતા બિલ મુદ્દે જન જાગરણ અભિયાન પણ ભાજપ દ્વારા ચલાવાશે.

ખંભાળીયા

ખંભાળીયા  :  નાગરિકતા કાયદાના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ તથા રાષ્ટ્રવાદી યુવા ગૃપના કાર્યકરો તથા ખંભાળિયાના નગરજનો દ્વારા મહાબાઇક રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું.

ખંભાળિયાની અનેક અગ્રણી સંસ્થાઓ  તથા વિવિધ હિન્દુ સંગઠનો, હિન્દુ જ્ઞાતિ મંડળો તથા અનેકવિધી એસોસિએશનનો ના હોદ્દેદારો, કાર્યકરો સદસ્યો આ રેલીમાં જોડાયા હતા તથા દ્વારકા જિલ્લા કલેકટર કચેરીએ જઇને તેમને આવેદનપત્ર આપીને આ નાગરિકતા અધિનિયમ કાયદાનુંં સમર્થન કરવામાં આવ્યું હતું.

વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઇને  રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

અગ્રણીઓ વિહિપના પ્રવિણસિંહ કંચવા, ઇન્દ્રજીતસિંહ પરમાર, નિકુંજ વ્યાસ, દીપેશ ગોકાવડી, પીંડારિયાભાઇ, અશોકભાઇ કાનાણી, અમિતભાઇ શુકલ સહિતના આગેવાનો જોડાયા હતા.

ભારતના રાષ્ટ્ર ગીત સાથે ભારત માતાની જય બોલાવતા વિશાળ સંખ્યામાં બાઇક રેલી સાથે નિકળેલા યુવાનોએ ભારે આકર્ષણ જણાયુ હતું.

પાટણ

પાટણ : નાગરિકતા સંશોધન અધિનિયમના નિર્ણયનું સમર્થન કરવા પાટણમાં મંગળવારે બપોરે બે વાગ્યે શેઠ એમ. એન. હાઇસ્કુલ પાસેથી વિશાળ જનસમર્થન રેલીનું પાટણ નાગરિક મંચ દ્વારા આયોજન કર્યુ છે જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે.

મહેસાણા

મહેસાણા : નાગરિકતા સંશોધન એકટ અને એનઆરસીના સમર્થનમાં વિશાળ હિન્દુ મહારેલીનું આયોજન કરાયું છે રેલીમાં અનેક સંગઠન સાથે સંતો જોડાનાર છે આ રેલી બપોરે ૧-૩૦ વાગ્યે હનુમાન દાદાનું મંદિર, મોઢેરા ચાર રસ્તાથી પ્રસ્થાન થશે રેલીમાં મોટી સંખ્યામા લોકોને જોડાવવા બ્રહ્મસમાજ મહેસાણાના પિયુષ વ્યાસે હાકલ કરી છે.

(12:41 pm IST)