Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મોરબી નાગરિકતા બીલને સમર્થન

મોરબીઃ  વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, શિવસેના અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા જીલ્લા કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ભારત સરકારે પાડોશી દેશોના લદ્યુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે સ્વામી વિવેકાનંદજીએ પણ શિકાગોના એતિહાસિક ભાષણમાં ભારતની ઓળખ આપતા કહેલું કે મને ગૌરવ છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું જેણે જુલ્મનો ભોગ બનેલ અને નિરાશ્રિત પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે ભારતે પાડોશી દેશોના ત્રાહિત શરણાર્થી અલ્પસંખ્યકો હિંદુ, શીખ, બૌદ્ઘ, જૈન અને ઈસાઈને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાના (પુનજાગરણનો પરિચય આપ્યો છે. આવેદન પત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:54 am IST)