Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ભાવનગરના ખારગેટમાં ઇન્ડિયન રેડક્રોસ સંચાલીત સાર્વજનિક દવાખાનાનો પ્રારંભ

ભાવનગર તા.૨૪ : અહીના ખારગેટ વિસ્તારમાં આઝાદી પહેલા ૧૯૩૫થી ચાલતુ સાર્વજનિક દવાખાનુ પુનઃ નવીનીકરણ અને અન્ય સુવિધાઓ સાથે શરૂ થયુ છે. ભાવનગર ઓઇલ સીડઝ મરચન્ટ એશો. ટ્રસ્ટ તથા સ્વ.વિજયકુમાર નાનાલાલ પટેલ ડીસપેન્સરીના સહયોગ પ્રાપ્ત થયો હતો. આ દવાખાનાનુ સંચાલન ઇન્ડિયન રેડક્રોસ સો. ભાવનગર શાખા દ્વારા કરાશે.

ખારગેટ વિસ્તારના ગરીબ પછાત અને જરૂરીયાતમંદ લોકો માટે આશિર્વાદ સમાન બનશે.

આ સાર્વજનિક દવાખાનાનુ ઉદઘાટન સ્વામી ત્યાગ વૈરાગ્યનંદજીના હસ્તે કરાયુ. આ પ્રસંગે રેડક્રોસ સો. ભાવનગર જીલ્લા શાખાના ઉપપ્રમુખ અને અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ પ્રતાપભાઇ શાહના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વ.વિજયકુમાર નાનાલાલ પટેલ ડીસ્પેન્સરીના જયંતભાઇ (બુધાભાઇ) પટેલ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત તથા દવાખાનાની વિગત રેડક્રોસ સો. ના સુમીતભાઇ ઠકકરે આપી જણાવેલ કે અહી દર્દીને માત્ર રૂ.રના દરથી તપાસ અને દવા અપાશે. રાહતદરે ફિઝીયોથેરાપી સેન્ટર અને ડે કેર સેન્ટરની સેવા અપાશે. બ્લડ કલેકશન સેન્ટર વગેરે સુવિધા મળશે.

દવાખાનાના પ્રારંભની સાથે આજે અહી સવારના ૧૦ થી ૧૨ સર્વરોગ નિદાન કેમ્પ, ૩ થી ૩૫ વર્ષના અપરણીત દિકરીઓ માટે રૂબેલા રસીકરણ, સગર્ભા બહેનો માટે થેલેસેમીયા તપાસ વિનામુલ્યે કરવામાં આવેલ તથા રકતદાન કેમ્પ યોજાયેલ. આરોગ્ય જાગૃતિ પ્રદર્શન યોજાયેલ. સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ જનાર્દનભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેલ અને શહીદોના પરિવારો માટે ખાસ યોજના ચલાવે છે.

દવાખાનામાં સેવા આપનાર તબીબોનું મોમેન્ટ અર્પણ કરી અભિવાદન કરાયુ હતુ. સ્વામી ત્યાગવૈરાગ્યનંદજીના હસ્તે બુધાભાઇ પટેલ અને પ્રતાપભાઇ શાહનુ સન્માન કરાયુ હતુ. આભારવિધિ ડો.મિલનભાઇ દવેએ કરી હતી.

(11:53 am IST)