Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉપલેટા કામઘેનું ગૌ સેવા સમીતી દ્વારા ભાગવત સપ્તાહ

ઉપલેટાઃ શહિદ અર્જુન રોડ સાંઇબાબા ચોકમાં યુવા ભાગવતાચાર્ય પૂ. શ્રી હિરેનભાઇ ભટ્ટના વ્યાસાસને ગૌ સેવાના લાભાર્થે કામઘેનું ગૌ સેવા સમીતી દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. ધર્મપ્રેમી ભાઇ બહેનો લાભ લઇ રહ્યા છે દરરોજ રાત્રે કૃષ્ણલીછા, બહેનોના રાસ, કિર્તન સહીતના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. વકતા પૂ. હિરેનભાઇ ભટ્ટ પુષ્ટિમાર્ગનું ઉંડુ જ્ઞાન ધરાવે છે. કથામાં કૃષ્ણલીલાની અનેરી ઝાંખી કરાવી શ્રોતાઓને તરબોળ કરી દીધા હતા અને સાથે સાથે સંગીતના તાલે કિર્તન વધાઇ ધ્રોળ પદ અને રાસ દ્વારા ભાગવત સપ્તાહને વધુ ભકિતમય બનાવે છે. આયોજકો દ્વારા સમીયાણો ડીઝીટલ માઇક સીસ્ટમ અને શ્રોતાઓ માટે બેસવાની અને  તમામ માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્તાહની તસ્વીરો. (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:53 am IST)